1. Home
  2. ગુજરાતી
  3. વર્ષ 2020નો અંત – કેટલાક ક્રિકેટ ખેલાડીઓએ ક્રિકેટને કહ્યું અલવિદા – જાણો આ ખેલાડીઓ વિશે
વર્ષ 2020નો અંત – કેટલાક ક્રિકેટ ખેલાડીઓએ ક્રિકેટને કહ્યું અલવિદા – જાણો આ ખેલાડીઓ વિશે

વર્ષ 2020નો અંત – કેટલાક ક્રિકેટ ખેલાડીઓએ ક્રિકેટને કહ્યું અલવિદા – જાણો આ ખેલાડીઓ વિશે

0
  • 2020માં કેટલાક ક્રિકેટરો ક્રિકેટને અલવિદા કહ્યું
  • ઘોની ,સુરેશ રૈના સહીત લોકોએ ક્રિકેટનો ત્યાગ કર્યો

દિલ્હીઃ-વર્ષ 2020 નો અંત થઈ ગયો છે છેવટે નવા વર્ષનો આરંભ પણ થઈ ચૂક્યોને થોડા દિવસ વિતી ગયા છે, આપણે તમામ એ ઘણા જુસ્સા અને અનેક આશાઓ સાથે 2021 માં પ્રવેશ કર્યો છે. જોકે ગયા વર્ષે કોરોના મહામારી અને લોકડાઉનને કારણે રમત ગમતની પ્રવૃત્તિઓ અને ટૂર્નામેન્ટ્સને અસર થઈ હતી, પરંતુ ટૂંકા સમય છતાં, ક્રિકેટ જગતમાં ઘણા મોટા ફેરફારો થયા છે.આપણે જાણીએ છીએ તેમ આઈપીએલ દેશની બહાર યોજાઈ હતો, ત્યારે પ્રથમ વખત ખાલી સ્ટેડિયમમાં દર્શકો વગર મેચ રમવામાં આવી હતી.

આ સિવાય કેટલીક એવી ઘટનાઓ બની જેણે ભારતીય ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશી અને દુ:ખ  બંને લાવ્યા. દરમિયાન ઘણા ખેલાડીઓએ ક્રિકેટને અલવિદા કહીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. તો ચાલો આપણે જાણીએ એવા ભારતીય ખેલાડીઓ વિશે કે જેમણે 2020 માં નિવૃત્તિ લેવાની જાહેરાત કરી અને તેમના પ્રસંશકોને ઉદાસ કર્યા છે,જો કે છત્તાં પણ આ ક્રિકેટરો આજે લોકોના દિલમાં સમાયેલા છે

મહેન્દ્ર સિંહ ધોનીઃ– ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા અચાનક નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યા બાદ તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. જો કે ત્યારબાદ તેણે આઈપીએલમાં ચેન્નાઈનું નેતૃત્વ કર્યું હતું. ધોનીએ તેની કારકિર્દી દરમિયાન ઘણી સિદ્ધિઓ હાંસલ કરી હતી. તે ત્રણેય આઇસીસી ટ્રોફી જીતનાર એકમાત્ર કેપ્ટન છે. તેણે 2004 થી 2019 સુધી ભારત માટે 90 ટેસ્ટ, 350 વનડે અને 98 ટી 20 મેચ રમી હતી.

સુરેશ નૈનાઃ– ધોનીએ નિવૃત્તિ લેવાની જાહેરાત કર્યા પછી તરત જ બેટ્સમેન સુરેશ રૈના પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયા હતા. જોકે, તેઓ ઘરેલું ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખશે. રૈનાએ ભારત તરફથી 226 વનડે, 18 ટેસ્ટ અને 78 ટી -20 રમી હતી.

પાર્થિવ પટેલઃ-ભારતના પૂર્વ વિકેટકીપર અને ડાબોડી બેટ્સમેન પાર્થિવ પટેલે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. તે ક્રિકેટર તરીકે 18 સીઝન રમ્યા હતા. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટેના યુવા ખેલાડીઓમાંનો એક હતા. તેણે તેની કારકિર્દીમાં 25 ટેસ્ટ, 38 વનડે અને બે ટી -20 રમી હતી

ઈરફાન પઠાણઃ- ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ સાત વર્ષ રાષ્ટ્રીય ટીમથી દૂર રહીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયો. જો કે આ પછી તે લંકા પ્રીમિયર લીગમાં પણ જોવા મળ્યો હતો. પઠાણ 2013 માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતેલી ટીમનો પણ ભાગ પણ રહ્યા હતા.

પ્રજ્ઞાન ઓઝા: સચિન તેંડુલકર સાથે છેલ્લી મેચ રમનાર પ્રજ્ઞાને લાંબા સમય સુધી ટીમથી દૂર રહીને નિવૃત્તિ જાહેર કરી હતી. છેલ્લી ટેસ્ટ મેચમાં દસ વિકેટ ઝડપી લેવા છતાં તે ફરીથી ટીમમાં સામેલ થયો નથી. ડાબોડી સ્પિન બોલરે ભારત માટે 24 ટેસ્ટ, 18 વનડે અને 6 ટી -20 મેચ રમી હતી.

સુદિપ ત્યાગી: આઈપીએલથી ખ્યાતિ મેળવનાર ફાસ્ટ બોલર સુદીપ ત્યાગીને ટૂંક સમયમાં રાષ્ટ્રીય ટીમમાં શામેલ કરવામાં આવ્યો. તેણે ચાર વનડે અને એક ટી 20 મેચ પણ રમી હતી. જો કે, તે 2017 પછી ઘરેલું ક્રિકેટ રમ્યો ન હતો અને 33 વર્ષની વયે નિવૃત્ત થયો હતો. નિવૃત્તિ લીધા પછી સુદીપે લંકા પ્રીમિયર લીગમાં ભાગ લીધો.

વસીમ જાફર: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વસીમ જાફરે ઘરેલું ક્રિકેટ અને રણજી ટ્રોફીમાં 40 સદી ફટકાર્યા બાદ 42 વર્ષની વયે નિવૃત્તિ લીધી હતી. તે 2008 થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર હતો પરંતુ તેણે ઘરેલું ક્રિકેટ છોડ્યું નહોતું. તેણે સ્થાનિક ક્રિકેટમાં સૌથી વધુ 12038 રન બનાવ્યા જ્યારે રણજીમાં 40 સદી ફટકારી હતી. નિવૃત્તિ પછી, તે આઈપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબનો બેટિંગ કોચ બન્યો.

જત ભાટિયા: ભટિયા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો ન હોવા છતાં તે એક ઉત્તમ ઓલરાઉન્ડર હતો. તેણે સ્થાનિક ટૂર્નામેન્ટમાં દિલ્હી તરફથી રમવાનું ચાલુ રાખ્યું હતું. તે આઈપીએલમાં 2012 ટ્રોફી જીતીને કોલકાતા નાઈટ રાઇડર્સનો પણ ભાગ હતો. હવે તે કોમેન્ટેટર છે. તેણે 1999 થી 2019 દરમિયાન 112 ફર્સ્ટ ક્લાસ, 119 લિસ્ટ-એ અને 146 ટી 20 મેચ રમી હતી.

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code