1. Home
  2. ગુજરાતી
  3. ન્યુઝીલેન્ડની ઈંગ્લેન્ડ સામે 9 વિકેટે જીત, 283 રનનો ટાર્ગેટ 36,2 ઓવરમાં ચેઝ કર્યો
ન્યુઝીલેન્ડની  ઈંગ્લેન્ડ સામે 9 વિકેટે જીત,  283 રનનો ટાર્ગેટ  36,2 ઓવરમાં ચેઝ કર્યો

ન્યુઝીલેન્ડની ઈંગ્લેન્ડ સામે 9 વિકેટે જીત, 283 રનનો ટાર્ગેટ 36,2 ઓવરમાં ચેઝ કર્યો

0
Social Share

અમદાવાદઃ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2023ની ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડના ખેલાડીઓએ ધમાકેદાર પ્રદર્શન કર્યું હતુ. ડેવોન કોનવે અને રચિન રવિન્દ્રએ ટીમને ભવ્ય જીત અપાવી હતી.. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડની ટીમે નિર્ધારીત 50 ઓવરમાં 9 વિકેટે 282 રન બનાવ્યા હતા, જોકે કોનવે અને રવિન્દ્રએ 273 રનની પાર્ટનરશીપ કરી ટીમને ભવ્ય જીત અપાવી છે. ન્યુઝીલેન્ડે માત્ર 36.2 ઓવરમાં ટાર્ગેટ પાર પાડી ભવ્ય જીત મેળવી છે.
ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને વર્લ્ડ કપ 2023ની પહેલી જ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 9 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ જીત સાથે ન્યૂઝીલેન્ડે 2019 વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે મળેલી પીડાદાયક હારનો બદલો પણ લઇ લીધો છે. પછી, લોર્ડ્સમાં ફાઈનલ અને સુપર ઓવર ટાઈ થયા પછી પણ ઈંગ્લેન્ડ બાઉન્ડ્રી-કાઉન્ટના આધારે ચેમ્પિયન બન્યું હતું.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ઇંગ્લિશ ટીમને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ઇંગ્લિશ ટીમે 50 ઓવરમાં 9 વિકેટે 282 રન બનાવ્યા હતા. 283 રનના લક્ષ્યાંકને ન્યૂઝીલેન્ડના ટોપ-3 બેટ્સમેનોએ 36.2 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ટીમે એક વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ડેવોન કોનવે અને રચિન રવીન્દ્રએ અણનમ સદી ફટકારી હતી. બંને વચ્ચે 273 રનની રેકોર્ડ ભાગીદારી થઈ હતી.
ન્યુઝીલેન્ડના ધમાકેદાર બેટ્સમેન ડેવોન કોનવે અને રચિન રવિન્દ્રએ ઈંગ્લેન્ડના બોલરોને હંફાવી સેન્ચ્યુરી ફટકારી છે. કોનવેએ 121 બોલમાં 19 ફોર અને 3 સિક્સ સાથે અણનમ 152 રન ફટકાર્યા છે, તો રવિન્દ્રએ 96 બોલમાં 11 ફોર અને 5 સિક્સ સાથે અણનમ 123 રન ફટકાર્યા છે. આ સાથે બંને ખેલાડીઓ વચ્ચે 273 રનની પાર્ટનરશીપ થઈ છે. જ્યારે બીજા ક્રમાંકે આવેલ ખેલાડી વીલ યોંગ 0 રને આઉટ થયો છે.
ઈંગ્લેન્ડના બેટરોનું દમદાર પ્રદર્શન જોવા મળ્યું હતું, જોકે બોલરો કંઈ ખાસ કરી શક્યા ન હતા. ઈંગ્લેન્ડ તરફથી એકમાત્ર શેમ કુરને 2 વિકેટ ઝડપી હતી, જ્યારે માર્ક વુડ સૌથી ખર્ચાળ બોલર સાબિત થયો હતો. વુડે 5 ઓવરમાં 55 રન આપી દીધા હતા. ટીમના 118 રનના સ્કોર પર ચોથી વિકેટ ગુમાવ્યા બાદ રૂટ અને બટલરની જોડીએ ઈંગ્લિશ ટીમને સંભાળી લીધી હતી. બંનેએ 72 બોલમાં 70 રનની ફિફ્ટીની ભાગીદારી કરી હતી. આ પોર્ટનરશિપ મેટ હેનરીએ જોસ બટલરને આઉટ કરીને તોડી હતી. નંબર-3 પર રમવા આવેલા ઇંગ્લિશ બેટ્સમેન જો રૂટે પોતાની વનડે કારકિર્દીની 37મી ફિફ્ટી ફટકારી હતી. તેણે 57 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી. મેચ હેનરીએ ન્યૂઝીલેન્ડને પહેલી સફળતા અપાવી હતી. તેણે ઓપનર ડેવિડ મલાનને આઉટ કર્યો હતો. મિચેલ સેન્ટનરે સેટ બેટર જોની બેયરસ્ટોને પેવેલિયન ભેગો કર્યો હતો. બેયરસ્ટોએ 33 રન બનાવ્યા હતા. રચિન રવીન્દ્રની ઓવરમાં હેરી બ્રુકે સતત ત્રણ બોલમાં ત્રણ બાઉન્ડરી મારી હતી. ચોથા બોલે તે આઉટ થયો હતો. મોઈન અલી પણ ચાલ્યો નહોતો અને ગ્લેન ફિલિપ્સની બોલિંગમાં આઉટ થયો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code