
કોથમીર માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતી, સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે છે ગુણકારી
ખૂબ જ ઓછા માણસો જાણતા હશે કે કોથમીરની અંદર વિટામિન એ, બી, સી, કે, કેલ્શિયમ, ફાસ્ફોરસ, પોટેશિયમ, સોડિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. આ પોષક તત્વો આપણા શરીરને તંદુરસ્ત રાખવાની સાથે આપણી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત કરે છે. આવો જાણીએ કોથમીર ખાવાથી કયા-કયા ફાયદા થાય છે.
- લિવરની બિમારીમાં ફાયદાકારક
લિવર સાથે જોડાયેલી સમસ્યાઓ માટે કોથમીર ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કોથમીરમાં પૂરતી માત્રામાં એલ્કલૉઇડ અને ફ્લેવોનૉઇડ્સ હોય છે. આ તત્વ પિત્ત વિકાર અને કમળા જેવી લિવરની બિમારીઓને મટાડવામાં મદદ કરે છે.
- પાચન અને આંતરડાના આરોગ્યને સ્વસ્થ રાખે
કોથમીરના સેવનથી લોકોને પાચન તંત્રમાં ગડબડ અને આંતરડાની બિમારીમાંથી રાહત મળે છે. જેનાથી તમારું પેટ ફિટ રહે છે અને ભૂખ પણ ઓછી લાગે છે.
- શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે
કોથમીરની અંદર એન્ટીઓક્સિડેન્ટ હોય છે. તે ફ્રી રેડિકલથી થનારા સેલ્યુલર ડેમેજને રોકે છે. કોથમીરના નિયમિત સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.