1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. GCCI દ્વારા યુકે અને આર્જેન્ટિના સાથે વેપાર પ્રોત્સાહન સંદર્ભે ચર્ચાસત્ર યોજાયું
GCCI દ્વારા યુકે અને આર્જેન્ટિના સાથે વેપાર પ્રોત્સાહન સંદર્ભે ચર્ચાસત્ર યોજાયું

GCCI દ્વારા યુકે અને આર્જેન્ટિના સાથે વેપાર પ્રોત્સાહન સંદર્ભે ચર્ચાસત્ર યોજાયું

0
Social Share

અમદાવાદ, 4 જૂન 2026 – GCCI કેમિકલ કમિટી દ્વારા ઇન્ટરનેશનલ ટ્રેડ કમિટી અને ટેક્સટાઇલ કમિટીના સહયોગથી ગઈકાલે બુધવારે “Bridging Continents: Trade Promotion between India–UK & India–Argentina” વિષયક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર ટુ ગુજરાત એન્ડ રાજસ્થાન શ્રી સ્ટીફન હિકલિંગ તથા શ્રી એસીકવિલ એમ. છાબે, માનનીય ડેપ્યુટી કોન્સુલ, આર્જેન્ટિના, વિશિષ્ટ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

પોતાના સ્વાગત પ્રવચનમાં GCCIના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રાજેશ ગાંધીએ ભારત-યુકે તથા ભારત-આર્જેન્ટિના વચ્ચેના મજબૂત અને સતત વિકસતા વેપાર સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ટેક્સટાઇલ, જેમ્સ એન્ડ જ્વેલરી, સીફૂડ અને ફાર્માસ્યુટિકલ્સ જેવા ક્ષેત્રોમાં રહેલી તકો અંગે માહિતી આપી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ સેમિનાર બંને દેશો વચ્ચે B2B સંબંધોને વધુ મજબૂત બનાવશે. તેમણે ભારત-યુકે FTAના લાભો, આર્જેન્ટિનાની આર્થિક પ્રગતિ તેમજ કાર્યક્રમના સફળ આયોજન બદલ GCCIની વિવિધ કમિટીઓને અભિનંદન પાઠવ્યા હતા.

GCCI organized a seminar on promoting trade between India, UK and Argentina
GCCI organized a seminar on promoting trade between India, UK and Argentina

પોતાના મુખ્ય પ્રવચનમાં બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર ટુ ગુજરાત એન્ડ રાજસ્થાન શ્રી સ્ટીફન હિકલિંગએ ભારત-યુકે FTAના ગુજરાતને થનારા લાભો વિશે માહિતી આપી હતી. તેમણે વેપાર, રોકાણની તકો અને ભારતીય ઉદ્યોગોને મળનારા વૈશ્વિક અવસરો પર ભાર મૂક્યો હતો. તેમણે આત્મનિર્ભરતા અને ટકાઉ વિકાસ માટે અદ્યતન ટેક્નોલોજી અને સર્વિસ સેક્ટરની મહત્વપૂર્ણ ભૂમિકા પણ રજૂ કરી હતી.

આ પણ વાંચોઃ ધોલેરાના ખારાપાટમાં ‘ડ્રમ પ્લાન્ટેશન’ના નવતર પ્રયોગથી હરિયાળી ખીલી ઊઠી

આ પ્રસંગે શ્રી એસીકવિલ એમ. છાબે, માનનીય ડેપ્યુટી કોન્સુલ, આર્જેન્ટિના દ્વારા ભારત-આર્જેન્ટિના વચ્ચે કૃષિ, ઊર્જા, કેમિકલ્સ, ટેક્સટાઇલ અને ઇનોવેશન ક્ષેત્રોમાં વેપાર અને રોકાણ વધારવાની વિશાળ સંભાવનાઓ અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. તેમણે બંને દેશોની પૂરક ક્ષમતાઓનો ઉપયોગ કરીને ટકાઉ સપ્લાય ચેઇન, ટેક્નોલોજીકલ સહયોગ અને લાંબા ગાળાની આર્થિક તકો સર્જવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

પોતાના થીમ એડ્રેસમાં GCCI કેમિકલ કમિટીના ચેરમેન શ્રી ચાણક્ય કોન્ટ્રાક્ટરએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે “Bridging Continents” સત્ર યુકે અને આર્જેન્ટિના સાથેના વેપાર અવસરોને અર્થપૂર્ણ B2B સહયોગમાં પરિવર્તિત કરશે. તેમણે ટેક્સટાઇલ, એન્જિનિયરિંગ, જેમ્સ એન્ડ જ્વેલરી, કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, ફૂડ, ઊર્જા, ઓટોમોબાઇલ અને પેટ્રોકેમિકલ્સ જેવા ક્ષેત્રોમાં રહેલી તકો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે આર્જેન્ટિનાની પ્રો-માર્કેટ નીતિઓ તથા યુકે સાથે GCCIના લાંબા ગાળાના સંબંધોની પણ પ્રશંસા કરી હતી.

આ પણ વાંચોઃ ડૉ. એસ. જયશંકર અને લાઓસના વિદેશ મંત્રીએ 10મી ભારત-લાઓસ સંયુક્ત કમિશન બેઠકની સહ-અધ્યક્ષતા કરી

આ સત્રમાં GCCIના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અપુર્વ શાહ, ઓનરરી ટ્રેઝરર શ્રી ગૌરાંગ ભગત, ટેક્સટાઇલ કમિટીના ચેરમેન શ્રી નિરજ શાહ તથા GCCIની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

શ્રીમતી નંદિતા રાજપૂત, સિનિયર એડવાઇઝર – ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ડિયા લીડ ફોર રિન્યુએબલ એનર્જી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ઇન્વેસ્ટમેન્ટ), ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડ, યુકે તથા બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશન, અમદાવાદ દ્વારા યુકેની Modern Industrial Strategy 2025 તથા R&D અને ઇનોવેશન આધારિત “Volume to Value” અભિગમ અંગે માહિતી આપવામાં આવી હતી. તેમણે યુકેના Catapult Centres અને ઉદ્યોગ આધારિત ઇનોવેશન તથા કોમર્શિયલાઇઝેશનમાં તેમની ભૂમિકા અંગે પણ માહિતી આપી હતી. પેનલ ચર્ચા બાદ ઉપસ્થિત પ્રતિભાગીઓ સાથે ઇન્ટરએક્ટિવ પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું. GCCI ઇન્ટરનેશનલ ટ્રેડ કમિટીના ચેરમેન શ્રી અનિલ જૈન દ્વારા આભારવિધિ રજૂ કરવામાં આવતા સત્રનું સમાપન થયું હતું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code