EPFOની તૈયારીઃ હવે ભવિષ્ય નિધિ અને પેન્શન ફંડના એકાઉન્ટ અલગ કરાશે
દિલ્હીઃ કેન્દ્ર સરકાર હવે કર્મચારીઓના ભવિષ્ય નિધી સંગઠન સાથે જોડાયેલા ખાતા ધારકોને પેન્શન અને પ્રોવિડેન્ટ ફંડને અલગ કરવાનું વિચારી રહી છે. આ યોજના લાગુ થશે તો EPFO અને ફોર્મલ સેક્ટર સાથે જોડાયેલા છ કરોડ કર્મચારીઓ ઉપર તેની અસર થશે. EPFOના સુત્રોના જણાવ્યા અનુસાર આ યોજના પાછળ સરકારનો ઈરાદો એવો છે કે, કોઈ કર્મચારી અવકાશ ગ્રહણ કરે તો તેની પાસે પેન્શનના રૂપમાં સારી એવી રકમ મળે.
મીડિયા રિપોર્ટ અનુસાર આ યોજના લાગુ થતા કર્મચારીઓ અવકાશ ગ્રહણ કર્યા પહેલા જ પેન્શન ફંડમાંથી નાણા ઉપાડી શકશે. કર્મચારી અને કંપની તરફથી પગારના 12-12 ટકા એટલે કે 24 ટકા યોગદાન ભવિષ્ય નિધી ફંડમાં જમા થાય છે. તેમાંથી 8.33 ટકા હિસ્સો કર્મચારી પેન્શન યોજનામાં જમા થાય છે. જ્યારે બાકીની રકમ ભવિષ્ય નીધિમાં જમાં થાય છે. કર્મચારી ક્યારેય પણ ભવિષ્ય નિધિ ખાતામાંથી નાણા ઉપાડી શકે છે. પોતાના પેન્શન એકાઉન્ટમાંથી પણ નાણા ઉપાડી શકે છે કેમ કે આ સિંગલ એકાઉન્ટ હોય છે.
રિપોર્ટ અનુસાર સરકારના નિર્ણયથી પેન્શનમાં સુધારો જોવા મળશે. કોરોના મહામારી વચ્ચે અનેક લોકોએ નોકરી ગુમાવી છે. 31મી મે 2021 સુધી કુલ 76.3 લાખ લોકોએ કોવિડ એડવાન્સ તરીકે ખાતામાંથી નાણા ઉપાડ્યાં છે. EPFOએ 1 એપ્રિલ 2020થી 16મી જૂન 2021 સુધીમાં કુલ રૂ. 3.9 કરોડના દાવાનો નિકાલ કર્યો છે. જેમાં કોવિડ એડવાન્સનો પણ સમાવેશ થાય છે.
EPFOના અધિકારીએ જણાવ્યું હતું કે, EPFOમાં પીએફ અને પેન્શન સ્કીમ અલગ-અલગ થવું જરૂરી છે. જેથી જરુરીયાતના સમયે પીએફમાંથી નાણા ઉપાડવામાં કોઈ મુશ્કેલી ઉભી ના થાય