‘કેટલાક ખાસ લોકોને જ મળે છે આવું સમ્માન ’ પીએમ મોદીની અમેરિકાની યાત્રાને લઈને બોલ્યા વિદેશમંત્રી એસ જયશંકર
- પીએમ મોદીની અમેરિકાની યાત્રા છે ઐતિહાસિક
- દરેક નેતાઓ અને મંત્રીઓ પીએમ મોદીની કરી રહ્યા છે સરહાના
દિલ્હીઃ- તાજેતરમાં પીએમ મોદીની અમેરિકાની યાત્રા ખૂબ ચર્ચિત બની છે,પીએમ મોદી 21 જૂુનથી અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે તેમના આગમનને લઈને સમગ્ર યુએસ ડિપાર્ટમેન્ટ તૈયારીઓમાં લાગી ગયું છે રોજેરોજ વ્હાઈટ હાઉસ તરફથી પીએમ મોદીના આગમનને લઈને ઉત્સાહ દેખાડવામાં આવી રહ્યો છે ત્યારે વિદેશમંત્રી એસ જયશંકરે પીએમ મોદીની આ અમેરિકાની યાત્રાને ખાસ ગણાવી છે અને કહ્યું કે આવું સમ્માન કેટલાક ખાસ લોકોને જ મળે છે.
ઉલ્લેખનીય છે કે પીએમ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી જિલ બઈડેનના આમંત્રણ પર 21 થી 24 જૂન સુધી અમેરિકાની મુલાકાતે જઈ રહ્યા છે. વ્હાઈટ હાઉસ ખાતે ભારતના વડાપ્રધાનના આગમન પર અમેરિકી રાષ્ટ્રપતિ 21 તોપોની સલામી આપવામાં આવશે આ રીતે પીએમ મોદીની મુલાકાત ઐતિહાસીક અને મહત્વ પૂર્ણ મનાઈ રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વિદેશ મંત્રી એસ જયશંકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએસ મુલાકાત પર આજે દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત કરી. આ દરમિયાન પીએમ મોદીના અમેરિકાના પ્રવાસ અંગે આ વાત કહી હતી અને તેનું મહત્વ જણાવ્યું હતું.
વિદેશમંત્રી એસ જયશંકરે મીડિયા સાથએ વાતચીત કરતા પીએમ મોદીની અમેરિકાની યાત્રા પર કહ્યું કે- ‘પીએમ મોદી અમેરિકાના પ્રવાસે જશે. આ રાજ્ય મુલાકાત સન્માનની દ્રષ્ટિએ સર્વોચ્ચ છે. ખૂબ જ ઓછા લોકોને જ આ સન્માન મળતું હોય છે જેમાં પીએમ મોદી એક છે.. એવું પહેલીવાર થઈ રહ્યું છે કે ભારતીય પીએમ બીજી વખત યુએસ કોંગ્રેસને સંબોધિત કરવા જઈ રહ્યા છે જેના કારણે જ આ યાત્રા ખૂબ જ ખાસ માનવામાં આની રહી છે અને તેથી જ તેનું મહત્વ ઘણું છે
આ સાથે જ 59 મીટર ઊંચા રાજમાર્ગ પર કહ્યું કે- ‘અમે વિકાસ તીર્થ યાત્રા કરી રહ્યા છીએ. 59 મીટર ઉંચો હાઈવે માત્ર બદરપુરના લોકો માટે જ નહીં પરંતુ સમગ્ર દિલ્હી માટે ફાયદાકારક સાબિત થશે . તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ દર્શાવે છે કે દેશ કેટલી ઝડપથી હવે આગળ વધતો જોવા મળી રહ્યો છે.