1. Home
  2. ગુજરાતી
  3. બોલિવુડના જાણીતા સિંગર અરિજિત સિંહનો આજે જન્મદિવસ,જાણો તેના જીવનના સંઘર્ષ વિશે
બોલિવુડના જાણીતા સિંગર અરિજિત સિંહનો આજે જન્મદિવસ,જાણો તેના જીવનના સંઘર્ષ વિશે

બોલિવુડના જાણીતા સિંગર અરિજિત સિંહનો આજે જન્મદિવસ,જાણો તેના જીવનના સંઘર્ષ વિશે

0
Social Share
  • સિંગર અરિજિત સિંહનો આજે જન્મદિવસ
  • ફિલ્મ ‘આશિકી 2’ થી ચમક્યું તેનું નસીબ
  • અરિજિતે અનેક ગીતોથી દર્શકોનું જીત્યું દિલ

મુંબઈ : બોલિવુડના જાણીતા સિંગર અરિજિત સિંહ આજે તેનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અરિજિત સિંહ બોલિવુડ જગતના એક એવા ગાયકોમાંના એક છે,જેમણે પોતાની ઓળખ બનાવવા માટે ઘણા પ્રયત્નો કરવા પડ્યા છે. આજે ભલે અરિજિત પોતાના અવાજથી લોકોના દિલ પર રાજ કરતા હોય,પરંતુ એક એવો સમય હતો. જ્યારે તેને ફિલ્મોમાં ગાવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. પોતાના દમ પર ઓળખ ઉભી કરનાર અરિજિત સિંહ 25 એપ્રિલે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અરિજિત માટે એવું કહેવામાં આવે છે કે, તેના અવાજમાં દુઃખ અને પ્રેમ બંને છે,જે સાંભળનારને મોહિત કરે છે. તો ચાલો જાણીએ તેમના જન્મદિવસ પ્રસંગે તેની કારકિર્દીથી સંબંધિત ખાસ વાતો.

અરિજિતને સંગીત વારસાગતમાં મળ્યું છે.તેની માતા એક ગાયિકા અને મામા તબલાવાદક હતા.તો તેમના નાની પણ ભારતીય સાંસ્કૃતિક સંગીતમાં રસ ઘરાવતા હતા.ત્યારબાદ અરિજિતે નક્કી કર્યું હતું કે, તે પોતાનું કરિયર સંગીતમાં જ બનાવશે.જો કે, તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવી એ સરળ ન હતું.

અરિજિતે તેના ગુરુ રાજેન્દ્ર પ્રસાદ હજારીના કહેવા પર મ્યુઝિક રિયાલિટી શો ફેમ ગુરુકુળમાં ભાગ લીધો હતો.આ શો મા તેના અવાજને પસંદ કરવામાં આવ્યો પરંતુ તે આ શો જીતવામાં નિષ્ફળ રહ્યો.જો કે, શંકર મહાદેવન તેમની ગાયિકીથી પ્રભાવિત થયા હતા.એવામાં ફિલ્મ હાઈ સ્કૂલ મ્યુઝિકલ 2 ના આલ્બમ માટે તેને એક ગીતની ઓફર કરી હતી.

ત્યારબાદ અરિજિતે ઘણા ગીતો ગાયા અને કોન્ટ્રાક્ટ પણ મળવા લાગ્યા. તેણે પ્રીતમ અને વિશાલ શેખર સાથે મ્યુઝિક પ્રોગ્રામર તરીકે પણ કામ કર્યું હતું. અરિજિતે ફિલ્મ ‘આશિકી 2’ માં તુમ હી હો’ગીત ગાયા પછી હીટ ગીતોની લાઈન લગાવી દીધી.તેના દ્વારા ગવાયેલા ગીતે ‘ફિર ભી તુમકો ચાહુગા’, ‘પછતાઓગે’, ‘પલ’, ‘ખૈરિયત’, ‘સોચ ના સકે’, ‘ઇલાહી’, ‘હમારી અધૂરી કહાની’ એ દર્શકોનું દિલ જીત્યું. જો કે, હવે અરિજિત ફક્ત ગાયક જ નથી રહ્યા, પરંતુ સંગીતકાર પણ બની ચુક્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code