1. Home
  2. ગુજરાતી
  3. મશહૂર પંજાબી સિંગર સરદૂલ સિકન્દરનું કોરોનાના કારણે નિધન -ચાહકોમાં શોક
મશહૂર પંજાબી સિંગર સરદૂલ સિકન્દરનું કોરોનાના કારણે નિધન -ચાહકોમાં શોક

મશહૂર પંજાબી સિંગર સરદૂલ સિકન્દરનું કોરોનાના કારણે નિધન -ચાહકોમાં શોક

0
Social Share
  • કોરોનાએ પંજાબી સિંગરનો લીધો જીવ
  • 60 વર્ષની ઇમંરે થયું નિધન
  • સરદૂલ સિકન્દર મશહૂર પંજાબી ગાયક છે

દિલ્હી – સમગ્ર દેશમાં કોરોનાના કારણે અનેક સિનેમા જગત સાથે જાડેયાલા લોકોએ જીવ ગુમાવ્યો છે ત્યારે કોરોનાએ વધુ એેક સિંગરનો ભોગ લીધો છે,પંજાબીના મશહૂર ગાયક સરદુલ સિકંદરનું બુધવારના રોજ 60 વર્ષની ઉમંરે અવસાન થયું. આજ રોજ તેઓએ મોહાલીની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

ઉલ્લખનીય છે કે, તેઓ લાંબા સમયથી બીમાર હતા. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદથી તેમની સારવાર ચાલી રહી હતી. આને કારણે તેની તબિયત વધુ ખરાબ હતી. તેમની પત્ની અમર નૂરી પણ ખૂબ જ પ્રખ્યાત ગાયક છે. સિકંદરના મોતથી ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. સાથી ગાયકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

સિકંદરના મોતથી પંજાબી સંગીત ક્ષેત્રને મોટો ઝટકો લાગ્યો છે. પંજાબી સિંગર અને ગીતકાર હેપી રાયકોટીએ સરદુલનો ફોટો શેર કરતાં લખ્યું હતું કે, “ઓયે માલકા, આ કહ કહર કમાયા”

સિંગર મિસ પૂજાએ સરદુલ સિકંદરનો ફોટો શેર કર્યો અને લખ્યું કે, “તે વિશ્વાસ કરી શકતી નથી કે ઉસ્તાદ સરદુલ સિકંદર અમને છોડી ગયા છે. ભગવાન તેમના આત્માને તેમ જ્ગાય આપે રેસ્ટ ઇન પીસ ગુરુજી”.

આ પ્રખ્યાત ગાયકને બે પુત્રો આલાપ અને સારંગ સિકન્દર છે. બંને સિંગીગ દુનિયા સાથે જોડાયેલા છે, સરદુલ સિકંદર ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં સિંઘુ બોર્ડર પર ખેડૂત આંદોલન માટે ગયો હતો. તેમની સાથે તેમની પત્ની અને ગાયક અમર નૂરી પણ હાજર રહ્યા હતા.સિંગરના મોતને લઈને પંજાબના સીએમ અમરિન્દર સિંહ એ ટ્વિટ કરીને સરદૂલ સિકન્દરને શ્ર્ંધ્ધાંજલિ આપી છે.

સાહિન-

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code