1. Home
  2. ગુજરાતી
  3. સોનુ સૂદ પાસે યૂઝર્સે કરી કંઈક એવી માંગ,કે શાનદાર અંદાજમાં અભિનેતાએ આપવો પડ્યો કંઈક આવો જવાબ
સોનુ સૂદ પાસે યૂઝર્સે કરી કંઈક એવી માંગ,કે શાનદાર અંદાજમાં અભિનેતાએ આપવો પડ્યો કંઈક આવો જવાબ

સોનુ સૂદ પાસે યૂઝર્સે કરી કંઈક એવી માંગ,કે શાનદાર અંદાજમાં અભિનેતાએ આપવો પડ્યો કંઈક આવો જવાબ

0
Social Share
  • એક પ્રશંસકે સોનુ સૂદ પાસે એક કરોડ રુપિયા માંગ્યા
  • એક યૂઝર્સે પોતાની ફઇલ્મમાં રોલ આપવા કહ્યું
  • બન્ને યૂઝર્સને સોનુ એ શાનદાર જવાબ આપ્યો

મુંબઈઃ બોલવૂડનો સ્ટાર સોનુ સૂદ કોરોના મહામારીમાં જે રીતે લોકોની મદદે આવ્યા હતા તે રીતે હવે તે સ્ટારમાંથી સુપર સ્ટાર બની ગયા છએ, સોશિયલ મીડિયા પર તેમના ચાહકોની સંખ્યા દિવસેને દિવસે વધતી જોવા મળી રહી છે, લોકડાઉનના સમયે તેમણે  હજારો લોકોને વતન પહોંચાડ્યા હતા.એટલું જ નહીં, તેઓ તેમના માટે રોજગારીની વ્યવસ્થા કરતા પણ જોવા મળ્યા હતા. સોનુ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને મદદ માંગનારાઓને પોતાનો જવાબ પણ આપે છે. ત્યારે ફરી એક પ્રશંસકને સોનૂએ પોતાના અંદાજમાં જવાબ આપ્યો છે.

ફરી એકવાર કંઈક એવું જ જોવા મળ્યું જ્યારે એક યુઝરે સોનુ સૂદ પાસેથીએક વિચિત્ર માંગણી કરી. વાત જાણે એમ છે કે એક યુઝરે તતેમની પાસેથી એક કરોડ રૂપિયા માંગ્યા હતા. અન્ય એક યુઝરે તેને આગામી ફિલ્મમાં સાથે લેવા માટે કહ્યું હતું. સોનુ સૂદે આ બન્ને યૂઝર્સને પોતાના શાનદાર અંદાજમાં સરસ જવાબ આપ્યો છે.

સોનુ સૂદને યુઝરે કહ્યું કે  – ‘સર એક કરોડ દો ના મુઝે …’ જેના પર સોનુ લખે છે, ‘માત્ર એક કરોડ? થોડું વધારે માંગ્યું હોત. આ સાથે, તેણે લાફિંગનું ઇમોટિકોન બનાવ્યું હતું.

બીજા એક યૂઝર્સ એ લખ્યું કે , સર મને તમારી આવનારી ફિલ્મમાં કોી રોલ પ્લે કરવા આપશો?  તેના જવાબમાં સોનુએ કહ્યું કે કોઈની મદદ કરવાથી મોટો રોલ કોઈ ન હોઈ શકે,જો તું એ રોલ કરી દે તો તારાથી મોટો હીરો કોઈ નથી

સોનુ સૂદ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે તેમને યુઝ્ર્સ તરફથી આવી અવનવી ડિમાન્ડ મળતી રહે છે અને અભિનેતા પણ પોતાના અંદાજમાં તેમને જવાબ આપતા જોવા મળે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code