1. Home
  2. ગુજરાતી
  3. વિકી કૌશલ-કેટરીના કૈફ હલ્દીના રંગમાં રંગાયા,યોજાઈ હલ્દી સેરેમની –  વેડિંગ લાઈવ પ્રસારણના રાઈટ્સ એમઝોન પ્રાઈમે 80 કરોડમાં ખરીદ્યા
વિકી કૌશલ-કેટરીના કૈફ હલ્દીના રંગમાં રંગાયા,યોજાઈ હલ્દી સેરેમની –  વેડિંગ લાઈવ પ્રસારણના રાઈટ્સ એમઝોન પ્રાઈમે 80 કરોડમાં ખરીદ્યા

વિકી કૌશલ-કેટરીના કૈફ હલ્દીના રંગમાં રંગાયા,યોજાઈ હલ્દી સેરેમની –  વેડિંગ લાઈવ પ્રસારણના રાઈટ્સ એમઝોન પ્રાઈમે 80 કરોડમાં ખરીદ્યા

0
Social Share
  • વિકી કૌશલ અને કેટરીનાની હેલ્દી સેરેમની શરુ
  • આવતી કાલે ફરશે સાત ફેરા

મુંબઈઃ- છેલ્લા ઘણા સમયથી વિકી કૌશલ અને અભિનેત્રી કેટરીના કૈફના લગ્નની વાતોએ જોર પકડ્યું હતું ત્યારે હવે ફાઈનલી તેઓના લગ્ન થવા જઈ રહ્યા છએ, આજરોજ આ કપલની હલ્દી સેરેમની યોજાઈ રહી છે.

વિકી અને કેટે અક્ષય કુમાર, શાહરૂખ ખાન, કરણ જોહર, હૃતિક રોશન, અનુષ્કા શર્મા, વિરાટ કોહલી અને ફરાહ ખાનને તેમના લગ્ન માટે હોટેલ તાજમાં રહેવાની વ્યવસ્થા કરી છે. તે જ સમયે, કેટલાક સેલેબ્સ માટે હોટેલ ઓબેરોયમાં બુકિંગ છે. કેટરીના કૈફ અને વિકી કૌશલ લગ્ન પછી હનીમૂન પર નહીં જાય. લગ્ન પછી ટૂંક સમયમાં જ ડિસેમ્બરમાં બંનેનું શૂટિંગ ફરી શરૂ થાય તેવી શક્યતા છે. લગ્ન બાદ બંને મુંબઈમાં મિત્રો માટે રિસેપ્શનનું આયોજન કરશે.

કેટરીના ઈચ્છતી હતી કે સલમાન ખાન તેના પરિવાર સાથે લગ્નમાં હાજરી આપે, પરંતુ એવું થશે નહીં. સલમાન આ લગ્નમાં નથી જઈ રહ્યો અને આ કારણે સોશિયલ મીડિયા પર તેની મજાક ઉડાવવામાં આવી રહી છે.

કેટરિના-વિકીના લગ્નમાં દેશીથી લઈને સ્વાદિષ્ટ વિદેશી વાનગીઓનો સમાવેશ થાય છે. જ્યારે લગ્નના મેનુમાં ચાટ, કબાબ જેવી વાનગીઓનો સમાવેશ થાય છે, ત્યારે રાજસ્થાનની ખાસ પરંપરાગત વાનગી એટલે કે દાલ-બાટી ચુરમા પણ મહેમાનોને પીરસવામાં આવશે.

વિકી કૌશલ અને કેટરિના કૈફ તેમના લગ્ન પછી રણથંભોર કિલ્લાના ત્રિનેત્ર ગણેશ મંદિરની મુલાકાત લઈ શકે છે. ભગવાન ગણેશનું આ મંદિર રણથંભોરમાં 1500 ફૂટની ઉંચાઈ પર આવેલું છે. કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નથી સ્થાનિક લોકો નાખુશ છે. વાસ્તવમાં, લોકોનું કહેવું છે કે આ હાઇ-પ્રોફાઇલ લગ્નને કારણે, તેઓ તેમના જ શહેરમાં અસુવિધાનો સામનો કરી રહ્યા છે.

ત્યારે બીજા એક રિપોર્ટ અનુસાર, કેટરિના અને વિકીએ તેમના લગ્નના લાઈવ પ્રસારણ અધિકારો સીધા એમેઝોન પ્રાઇમ વીડિયોને 80 કરોડ રૂપિયામાં વેચી દીધા છે. આ કારણોસર કેટરીના અને વિકીએ તેમના મહેમાનોને એનડીએ પર હસ્તાક્ષર કરવા માટે પણ કહ્યું છે જેથી લગ્ન પહેલા કંઈ લીક ન થાય.

સૂત્રોએ જણાવ્યું છે કે વિકી કૌશલ સાત ઘોડાના રથ પર સવાર થઈને કેટરિના સાથે લગ્ન સ્થળ પર પહોંચશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code