Homeગુજરાતીનાણામંત્રી નિર્મલા સીતારમણે IMFના વડા સાથે મુલાકાત કરી

નાણામંત્રી નિર્મલા સીતારમણે IMFના વડા સાથે મુલાકાત કરી

નવી દિલ્હી, 02 સપ્ટેમ્બર 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે યુએસએના એશવિલે ખાતે યોજાયેલી G-20 નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરોની બેઠક દરમિયાન ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જીવા સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ વૈશ્વિક આર્થિક સ્થિતિ અને ભારતના વિકસતા વિકાસની ગતિ અંગે ચર્ચા કરી હતી.

નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બંને નેતાઓએ વિશ્લેષણાત્મક ક્ષમતાને મજબૂત કરવા, મજબૂત સમષ્ટિ-આર્થિક (મેક્રો-ઇકોનોમિક) નીતિઓને પ્રોત્સાહન આપવા અને વૈશ્વિક આર્થિક સ્થિતિસ્થાપકતામાં યોગદાન આપવા માટે ભારત અને IMF વચ્ચે સતત સહયોગના મહત્વ પર ભાર મૂક્યો હતો.

સુશ્રી ક્રિસ્ટાલિનાએ ભારતના મજબૂત આર્થિક દેખાવ અને અત્યાર સુધીના તેના શ્રેષ્ઠ પ્રદર્શનની પ્રશંસા કરી. તેમણે ભારતીય અર્થતંત્રની સ્થિતિસ્થાપકતા (resilience) પર પણ ભાર મૂક્યો. નાણામંત્રીએ ભારતના મજબૂત મેક્રો-ઇકોનોમિક પાયા અને વિશ્વસનીય ડેટા પર આધારિત અસરકારક દેખરેખ માળખાના મહત્વ પર ભાર મૂક્યો.

વધુ વાંચો: ભારતનું પાંચમું વિમાન રાહત અને બચાવ સામગ્રી સાથે આજે નેપાળ પહોંચ્યું

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular