
દિલ્હીમાં CBI કચેરીના પાર્કિંગમાં લાગી આગઃ મોટી દૂર્ઘટના ટળી
- શોર્ટ સરકીટથી આગ લાગી હોવાની આશંકા
- ફાયરબ્રિગેડની ટીમે આગ ઉપર મેળવ્યો કાબુ
- આગની ઘટનાને પગલે મચી નાસભાગ
દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈની મુખ્ય ઓફિસના પાર્કિંગમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. આગ શોર્ટ સરકીટના કારણે લાગી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સીબીઆઈ મુખ્ય ઓફિસના પાર્કિંગ વિસ્તારમાં આવેલા ઈલેક્ટીક રૂમમાં અચાનક આગ લાગી હતી. પાર્કિંગની જગ્યાએથી આગ નીકળતી જોઈને અધિકારીઓ અને કર્મચારીઓ કામ છોડીને બહાર દોડી ગયા હતા. જો કે, કચેરીમાં કેટલાક મહત્વના કેસના દસ્તાવેજો હોવાથી તેને નુકશાન થવાની ચિંતામાં અધિકારીઓ મુકાયાં હતા. આગની જાણ થતા જ ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
ઈલેક્ટ્રીક રૂમમાં શોર્ટ સરકીટથી આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે. આગની આ ઘટનામાં સદનસીબે મોટી જાનહાની થઈ ન હતી. તંત્ર દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ આરંભી છે.