
દુનિયાનો પહેલો દેશ જ્યાં બધા પુખ્ત વયના લોકોને અપાઈ કોરોના વેક્સીન
- પુખ્ત વયના લોકોને અપાઈ વેક્સીન
- વેક્સીન બ્રિટન દ્વારા કરાઈ ઉપલબ્ધ
- સફળતા બદલ બ્રિટનનો માન્યો આભાર
દિલ્લી: દુનિયાભરમાં કોરોના વાયરસ મહામારીને રોકવા માટે વેક્સીન લગાવવામાં આવી રહી છે. ક્યાંક રસીકરણની પ્રક્રિયા ઝડપી છે,તો ક્યાંક ધીમી છે.
આ દરમિયાન દુનિયાનો એક એવો દેશ પણ છે,જ્યાં બધા પુખ્ત વયના લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે. આ દેશનું નામ જિબ્રાલ્ટર છે. બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મૈટ હેનકોક દ્વારા જિબ્રાલ્ટરની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે.
આ દેશની વસ્તી ફક્ત 33,701 છે. જિબ્રાલ્ટરએ આ સફળતા બુધવારે મેળવી હતી. અહીંની સરકારે આ સફળતા માટે બ્રિટનનો આભાર માન્યો છે. કારણ કે, આ વેક્સીન બ્રિટન દ્વારા ઉપલબ્ધ કરાઈ હતી.
કોરોના વેક્સીનની દરેક માત્રા બ્રિટીશ સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેની ડીલીવરી બ્રિટીશ એરફોર્સ દ્વારા કરવામાં આવી હતી. જો કે, હજી સુધી તે સ્પષ્ટ થયું નથી કે, જિબ્રાલ્ટરમાંના બધા પુખ્ત વયના લોકોએ વેક્સીનના બંને ડોઝ મેળવ્યા છે કે એક.
-દેવાંશી