1. Home
  2. ગુજરાતી
  3. એસ્ટ્રો
  4. સાયન્સ
  5. 8 એપ્રિલે 2024ના વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, શરૂ થશે આ ત્રણ રાશિઓના સારા દિવસો
8 એપ્રિલે 2024ના વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, શરૂ થશે આ ત્રણ રાશિઓના સારા દિવસો

8 એપ્રિલે 2024ના વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, શરૂ થશે આ ત્રણ રાશિઓના સારા દિવસો

0
Social Share

નવી દિલ્હી: 8 એપ્રિલ, 2024ના રોજ સોમવારે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ થશે. ભારતીય સમય મુજબ, રાત્રે 9 વાગ્યે અને 12 મિનિટે સૂર્યગ્રહણ શરૂ થશે અને મધ્યરાત્રિએ 1 વાગ્યે અને 25 મિનિટે તે સમાપ્ત થશે. આ ગ્રહણ જ દુર્લભ હશે. સૂર્યગ્રહણનું ઘણું વધારે જ્યોતિષિય અને ખગોળીય મહત્વ હોય છે. ગ્રહણનો દેશદુનિયા પર શુભ અને અશુભ એમ બંને પ્રકારનો પ્રભાવ પડે છે. જ્યારે ચંદ્ર, પૃથ્વી અને સૂર્યની વચ્ચેથી પસાર થાય છે, તો આ સ્થિતિમાં સૂર્યનો પ્રકાશ ધરતી પર પહોંચી શકતો નથી. આ ઘટનાને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. ગ્રહણને કારણે 7.5 મિનિટ સુધી સૂર્ય દેખાશે નહીં. તેના પહેલા 1973માં સૂર્ય આટલી વાર સુધી દેખાયો ન હતો અને આ ગ્રહણ આફ્રિકન મહાખંડમાં જોવા મળ્યું હતું. ભારતમાં આ સૂર્યગ્રહણ દેખાયું ન હતું. સૂર્યગ્રહણની તમામ રાશિઓ પર શુભ-અશુભ અસર પડે છે. 8 એપ્રિલે લાગનારા આ ગ્રહણની કેટલીક રાશિઓ માટે બેહદ શુભ અસર રહેવાની છે અને કેટલીક રાશિઓએ સાવધાન રહેવાની જરૂર છે. કેટલીક રાશિઓનો ભાગ્યોદય થવા જઈ રહ્યો છે. આ રાશિઓના જાતકોને ધનલાભ થશે અને કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. આવો જાણીએ, વર્ષનું પહેલું સૂર્યગ્રહણ કઈ રાશિઓના સારા દિવસોનો પ્રારંભ કરશે.

મેષ રાશિ-

આ દરમિયાન તમે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો

કાર્યસ્થળ પર તમને માન-સમ્માન પ્રાપ્ત થશે

આર્થિક સ્થિતિ પહેલાથી સારી થશે

સ્વાસ્થ્યમાં સુધારો થશે

લગ્નજીવન સુખદ રહેશે

મિથુન રાશિ-

આ દરમિયાન પારિવારીક સંબંધોમાં મધુરતા વધશે

નોકરીની તલાશ કરી રહેલા લોકોને શુભ પરિણામ મળવાની શક્યતા છે

આત્મવિશ્વાસમાં વધારો થશે

દાંપત્યજીવન સુખદ રહેશે

ધનલાભ થશે, તેનાથી આર્થિક પક્ષ મજબૂત થશે

ધન રાશિ-

આ દરમિયાન તમારું માન-સમ્માન વધશે

કાર્યક્ષેત્રમાં લાભ થશે

સૂર્યગોચર કાળમાં તમને સફળતા પ્રાપ્ત થશે

ધન આગમનના નવા અવસરો પ્રાપ્ત થશે

વેપારીઓને નફો થવાની સંભાવના છે

(ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે એ દાવો કરતા નથી કે તે સંપૂર્ણપણે સત્ય અને સટીક છે. વિગતવાર અને વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના વિશેષજ્ઞની સલાહ જરૂર લો)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code