
- ઉનાળામાં બહાર નિકળો એટલે ફબલ સ્લિવના કપડા પહેરો
- ગોગલ્સ પહેરવાનું ક્યારેય ન ભૂલો
હાલ ગરમીની સિઝન ચાલી રહી છે ત્યારે આપણે ખાસ આપણ આકપડાનું ધ્યાન આપવું જોઈએ ઉનાળામાં હલકા ફોરા કપડા પહેરવાની સાથે સાથે ઘરની બહાર નીકળતા વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે,તો ચાલો જાણીએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જેથી ગરમીથી બચી શકાય.
ગરમીમાં આ પ્રકારના કપડા પહેરો
ઉનાળામાં કોટન અને ખાદીના કપડા પહેરવાનો આગ્રહ રાખવો આ સાથે જ કોટનની કૂર્તી પેહરી શકો છો જે તમને સ્ટાઈલીશ લૂક પણ આપે છે અને ગરમી પણ લાગશે નહી.
ગોગલ્સ અને સ્કાર્ફ કાયમ પહેરો
જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો ત્યારે ગોગલ્સ પહેરવાનું રાખો, જેથી તનમારી આંખોને ગરમી ન લાગે અને આંખો સુરક્ષિત રહે આ સાથે જ માથા પર સ્કાર્ફ પહેરવાની આદત પાડીદો જેથી તમારા વાળ પ્રોટેક્ટ રહે છે, અને તમારો ચહેરો પણ ગરમીથી કાળો પજડતો બચી શકશે, ત્વચા પર ગરમી પણ નહી લાગે.
આ પ્રકારના કપડાને કરો અવોઈડ
ખાસકરીને ઉનાળામાં સિલ્ક, નાયલોન, વેલ્વેટ જેવા ભારે વસ્ત્રો પહેરવાનું ટાળો. આનાથી તમને ન માત્ર વધુ ગરમી લાગે છે સાથે સાથે હવા પણ શરીર સુધી પહોંચતી નથી. જેના કારણે તમને ઈન્ફેક્શનનો ખતરો પણ વધી જાય છે.
ઉનાળામાં ખાસ કરીને સફેદ રંગના કપડા પહેરવા જોઈએ,બને ત્યા સુધી ખુલ્લા રંગના કપડા પહેરો જેથી ગરમી ઓછી લાગે, ખાસ કરીને કાળા કલરના કપડા પહેરવાનું ટાળો.આસમાની, આછા ભરો રંગના કપડા પણ પહેરી શકો છો,
સન સ્ક્રિન લોશન લગાવોનું રાખો
જ્યારે પણ તમે તડકામાં બહાર નીકળો ત્યારે સનસ્ક્રિન લોશન લગાવાનું રાખો. જેથી કરી તમારી ત્વચાને નુકશાન ન થાય.