1. Home
  2. ગુજરાતી
  3. ઈન્ડિયન આર્મી સ્ટાફ કોલેજમાં પ્રથમ વખત 6 મહિલાઓની કરાઈ પસંદગી
ઈન્ડિયન આર્મી સ્ટાફ કોલેજમાં પ્રથમ વખત 6 મહિલાઓની કરાઈ પસંદગી

ઈન્ડિયન આર્મી સ્ટાફ કોલેજમાં પ્રથમ વખત 6 મહિલાઓની કરાઈ પસંદગી

0
Social Share
  • ઈન્ડિયન આર્મી સ્ટાફ કોલેજમાં  6 મહિલાઓની  પસંદગી
  • પ્રથમ વખત મહિલાઓને પરિક્ષા આપવાની મંજૂરી

દિલ્હીઃ- ભારતમાં હવે મહિલાઓ પણ પુરુષ સમોવડી બની રહી છે દેશના દરેક ક્ષેત્રમાં મહિલાઓ પોતાની ભાગીદારી નોંધાવી રહી છે ત્યારે હવે દેશમાં ભારતીય સેનામાં પણ મહિલાઓને પ્રતિનિધિત્વ વધતું જોવા મળી રહ્યું છે. પ્રથમ વખત ભારતીય સેનામાં મહિલા અધિકારીઓને કોલેજ સ્ટાફની પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવી છે, જેમાં પાસ થતાં 6 મહિલાઓની પસંદગી પણ કરવામાં આવી છે.

આ પરિક્ષા કે જે પહેલા માત્રને માત્રે પુરુષો જ આપી શકતા હતા, સ્ટાફ કોલેજ ઓફ ડિફેન્સ સર્વિસિસની આ પરીક્ષામાં 15 મહિલાઓએ પ્રથમ વખત પરીક્ષા આપી છે, જેમાંથી 6 મહિલા અધિકારીઓએ આ પરીક્ષા સરળતાથી પાસ કરી છે અને તેમના નિમણૂક પત્રો મેળવ્યા છે.

પહેલા સ્ટાફ કોલેજ કરવી એ પ્રમોશન માટે વધારાની લાયકાત ન હતી, પરંતુ હવે આર્મી એર ડિફેન્સ, સિગ્નલ, એન્જિનિયર્સ, આર્મી એવિએશન, ઇલેક્ટ્રોનિક્સ અને મિકેનિકલ એન્જિનિયર્સ, આર્મી સર્વિસ કોર્પ્સ, આર્મી ઓર્ડિનન્સ કોર્પ્સ અને આર્મીમાં કાયમી કમિશન મેળવવા માટે સૈન્ય હકદાર છે. ઇન્ટેલિજન્સ કોર્પ્સ. જેના કારણે મહિલાઓને અધિકાર હતો કે તેઓ પણ આ પરીક્ષામાં બેસી શકે ત્યારે હવે મહિલાઓએ અહી પોતાની ભાગીદારી સફળતા પૂર્વક નોંધાવી છે.

જો કે જે સૈનિકોએ સાત વર્ષની સેવા પૂર્ણ કરી છે અને જેમણે જુનિયર કમાન્ડ કોર્સ અથવા તેના સમકક્ષ કોર્સ કર્યો છે તેઓ જ આર્મીમાં સ્ટાફ કોલેજની પરીક્ષા આપી શકે છે. અગાઉ, આર્મીમાં માત્ર મેડિકલ કોર્પ્સ, લીગલ અને એજ્યુકેશન કોર્પ્સમાં મહિલા અધિકારીઓ માટે કાયમી કમિશન હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code