1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ધારી તાલુકાના મોરઝર ગામ નજીક ઈનફાઈટમાં ઘવાયેલા સિંહનું રેસ્ક્યુ કરાયું
ધારી તાલુકાના મોરઝર ગામ નજીક ઈનફાઈટમાં ઘવાયેલા સિંહનું રેસ્ક્યુ કરાયું

ધારી તાલુકાના મોરઝર ગામ નજીક ઈનફાઈટમાં ઘવાયેલા સિંહનું રેસ્ક્યુ કરાયું

0
Social Share

અમરેલી, 22 એપ્રિલ 2026: Lion injured in fight rescued near Morjar village in Dhari taluka  જિલ્લાના ધારી તાલુકાના મોરઝર ગામ નજીક ઇજાગ્રસ્ત હાલતમાં જોવા મળેલા એક સિંહને વનવિભાગ દ્વારા સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યો છે. આ સિંહ ગીર વિસ્તારમાં જાણીતી “રવિ-રામ” નામની સિંહ બેલડી પૈકીનો એક હોવાનું વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

વન વિભાગના અધિકારીના કહેવા મુજબ ધારી તાલુકાના મોરઝર ગામ નજીક બે  સિંહ વચ્ચે થયેલી આંતરિક લડાઈ (ઇનફાઈટ) દરમિયાન “રવિ” નામનો સિંહ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્ત હાલતમાં આ સિંહ મોરઝર ગામની આસપાસ જોવા મળતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગામલોકોએ તરત જ વનવિભાગને જાણ કરતા વનવિભાગની ટીમ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, સિંહ જંગલ વિસ્તારમાં સતત સ્થાન બદલી રહ્યો હોવાથી તેને પકડવામાં મુશ્કેલીઓ ઉભી થઈ હતી. લગભગ બે દિવસ સુધી સતત મોનિટરિંગ અને મહેનત બાદ અંતે વનવિભાગની ટીમે સિંહને સફળતાપૂર્વક પાંજરે પુર્યો હતો.અને ઈજાગ્રસ્ત સિંહને તરત જ સારવાર માટે આંબરડી સફારી પાર્ક એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની તબીબી સારવાર શરૂ કરવામાં આવી છે.

આ અંગે ધારી ગીર પૂર્વના ડી.સી.એફ. વિકાસ યાદવએ જણાવ્યું હતું કે, વિભાગને સિંહ બીમાર અને ઇજાગ્રસ્ત હોવાની માહિતી મળતાં જ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ટીમે સતત બે દિવસ સુધી પ્રયત્નો કર્યા બાદ સિંહને રેસ્ક્યુ કરવામાં સફળતા મેળવી છે. હાલ સિંહની સ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે અને તેને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code