
ઓમિક્રોન વેરિએન્ટની એન્ટ્રી બાદ પ્રથમ વખત રાજધાની દિલ્હીના 11 માંથી 10 જીલ્લાઓ ગ્રીનઝોનમાં
- ઓમિક્રોનની એન્ચ્રી બાદ પ્રથમ વખત રાજધાનીમાં રાહત
- 11 જીલ્લામાંથી 10 જીલ્લાઓ ગ્રીનઝોનમાં પહોચ્યા
- હાલ એક જીલ્લો હજી પણ ઓરેજ્ન ઝોનમાં છે
દિલ્હીઃ-કોરોનાની ત્રીજી લહેર નબળી પડી રહેલી જોઈ શકાય છે, દેશભરમાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે ત્યારે ઓમિક્રોનની જ્યારથી દેશમાં એન્ટ્રી થઈ છે ત્યારથી આજ દિવસ સુધી રાજધાની દિલ્હીમાં પ્રથમ વખત 11 માંથી 10 જીલ્લાઓ ગ્રીન ઝોનમાં સમાવેશ પામ્યા છે જે મોટી રાહતની વાક કહી શકાય.
જો દિલ્હીમાં કોરોનાના સંક્રમણ દરની વાત કરીએ તો તે 5 ચકા પર જોવા મળે છે,જેને લઈને હવે દિલ્હીની પરિસ્થિતિ જોખમમાંથી બહાર જોવા મળી રહી છે આ સ્થિતિને આરોગ્ય વિભાગ નિયંત્રિત પરિસ્થિતિ તરીકે ગણી રહ્યું છે.
વિતેલા દિવસને રવિવારે, દિલ્હી આરોગ્ય વિભાગે 5 થી 11 ફેબ્રુઆરી વચ્ચે જિલ્લાવાર સંક્રમણની સ્થિતિ મામલે એક ખા રિપોર્ટ તૈયાર કર્યો હતો જેમાં આ વાત સામે આવી છે.જ્યારે હાલ દક્ષિણ દિલ્હી જિલ્લો ઓરેન્જ ઝોનમાં યથાવત જોવા મળ્યો છે.
આ સમગ્ર મામલે આરોગ્ય વિભાગે જણાવ્યું કે 11 માંથી 10 જિલ્લામાં સરેરાશ સંક્રમણ દર બે થી ત્રણ ટકાની વચ્ચે છે. દક્ષિણ દિલ્હીના એક જિલ્લામાં તે 5.04 ટકા છે. 5 થી 11 ફેબ્રુઆરીની વચ્ચે, દિલ્હીમાં સરેરાશ સાપ્તાહિક સંક્રમણ દર 2.61 ટકા નોંધાયો હતો.
રિપોર્ટ અનુસાર પશ્ચિમ દિલ્હીમાં સંક્રમણ દર 3.79 ટકા નોંધાયો છે. ઉત્તર પશ્ચિમ જિલ્લામાં તે 3.38 ટકા હતો. નવી દિલ્હી જિલ્લામાં 3.01 ટકા સંક્રમણ દર હતો. પૂર્વ દિલ્હી અને દક્ષિણ પૂર્વ જિલ્લામાં અનુક્રમે 2.51 અને 2.06 ટકા સંક્રમણ દર જોવા મળ્યો છે.ઉલ્લેખનીય છે કે હવે દિલ્હીમાં કોરોનાની સ્થિતિ સામાન્ય થતી જોવા મળી રહી છે જેને લઈને હવે જે પ્રતિબંધો લગાવેલા હતા તે પણ સામાન્ય થઈ રહ્યા છે.