
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ.ના નવા કુલપતિની પસંદગી માટે સર્ચ કમિટીની રચના
પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ.ના કુલપતિ ડૉ. જે.જે. વોરાનો ત્રણ વર્ષનો કાર્યકાળ આગામી 7મી જાન્યુઆરીએ પુરો થઇ રહ્યો છે. ત્યારે સરકારની મંજુરીથી યુનિ. દ્વારા નવા કુલપતિની વરણી માટેની કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે. આ અંગે યુનિ.ના રજીસ્ટ્રાર ડૉ. રોહિત દેસાઇએ જણાવ્યુ હતુ કે યુનિ.ના ઓર્ડીનન્સ અને એકટની જોગવાઇ મુજબ જયારે કુલપતિની મુદત પુરી થતી હોઇ ત્યારે રજીસ્ટ્રાર દ્વારા સર્ચ કમીટીની ભલામણ કરવાની હોય છે અને તેના અનુસંધાનમાં જોઇન્ટ જેવીવીસી માં પણ વાઇસ ચાન્સલર તરીકેના પ્રતિનિધિ ગવર્મેન્ટ નોમીનેટ પ્રતિનિધિ, રાજયપાલ નોમીનેટ પ્રતિનિધિ અને યુજીસી નોમીનેટ પ્રતિનિધિની સર્ચ કમીટી બની ગઇ છે. ત્યારે આગળની કાર્યવાહીમાં સર્ચ કમીટીના ચેરમેન પોતાના હોદ્દાની રુએ રજીસ્ટ્રારને સુચના આપશે તે પ્રમાણે મીટીંગ થશે અને મીટીંગ કર્યા પછી નવા કુલપતિ ની નિમણુંક કરવા માટેની કાર્યવાહી શરુ કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કૂલપતિ ડો. જે. જે. વોરાનો કાર્યકાળ આગામી તા. 7મી જાન્યુઆરીએ પૂર્ણ થઈ રહ્યો છે. સર્ચ કમિટીની રચના કરી દેવાતા કૂલપતિનો કાર્યકાળ લંબાવવામાં આવે તેવી શક્યતા ઓછી છે. યુનિ.ના ઓર્ડીનન્સ અને એકટની જોગવાઇ મુજબ જયારે કુલપતિની મુદત પુરી થતી હોઇ ત્યારે રજીસ્ટ્રાર દ્વારા સર્ચ કમીટીની ભલામણ કરવાની હોય છે અને તેના અનુસંધાનમાં જોઇન્ટ જેવીવીસી માં પણ વાઇસ ચાન્સલર તરીકેના પ્રતિનિધિ ગવર્મેન્ટ નોમીનેટ પ્રતિનિધિ, રાજયપાલ નોમીનેટ પ્રતિનિધિ અને યુજીસી નોમીનેટ પ્રતિનિધિની સર્ચ કમીટી બની ગઇ છે. જેમાં કુલપતિની નિમણુંક માટે યુનિ. દ્વારા જાહેરાત પ્રસિદ્ધ અરજીઓ માંગવામાં આવશે. તે અરજીઓની ચકાસણી કરીને તેમાંથી ત્રણ નામો નકકી કરીને સરકારમાં મોકલી આપવામાં આવશે. અને ત્રણમાંથી એક વ્યકિતને કુલપતિ તરીકે નિમણુંક કરવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, કુલપતિની નિમણુંક માટે સર્ચ કમિટી બની ગઇ છે અને તે ચાર સભ્યોની બે બેઠકો પણ મળી ગઇ છે હવે સર્ચ કમીટીના ચેરમેનની વરણી થયા બાદ નવા કુલપતિ માટેની પ્રક્રિયા ઝડપી બનશે. નવા કુલપતિ નિમાય ત્યાં સુધી સરકાર દ્વારા ઇન્ચાર્જ કુલપતિની નિમણુંક કરવામાં આવશે જેમાં સરકાર યોગ્ય માપદંડના આધારે ઇન્ચાર્જ કુલપતિની નિમણુંક કરશે. ત્યારે યુનિ.ના ડિનમાંથી કોઇ એક ને ઇન્ચાર્જ કુલપતિ તરીકેની જવાબદારી મળી શકે છે.