
પૂર્વ સેના પ્રમુખે અમેરિકાથી સાવધાન રહેવા જણાવ્યું, કહ્યું ‘સંરક્ષણ સહયોગી તરીકે અમેરિકા પર ન કરવો જોઈએ વિશ્વાસ’
- પૂર્વ સેના પ્રમુખે અમેરિકાથી સાવધાન રહેવા જણાવ્યું
- તેમણે કહ્યું સહયોગી ક્ષેત્રે અમેરિકા પર વિશ્વાન ન કરવો જોઈએ
દિલ્હીઃ- ભારત અને અમેરિકા વચ્ચેના સંબંઘો ગાઢ રહ્યા છએ ,જો કે સંર્કણ મામલે ભારતે અમેરિકા પર વિશ્વાસ ન કરવો જોઈએ આ વાત સેનાના પૂર્વ પ્રમુખે ભારતને કહીને ભારતને સતર્ક રહેવા જણાવ્યું છે.પૂર્વ આર્મી ચીફ જનરલ બિક્રમ સિંહે ભારતને અમેરિકાથી સાવધ રહેવાની સલાહ આપી છે
જાણકારી પ્રમાણએ એસબીઆઈ બેંકિંગ અને ઈકોનોમિક કોન્ક્લેવ દરમિયાન જનરલ સિંહે ગુરુવારે કહ્યું હતું કે વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકા હજુ સુધી નજીકના સહયોગીઓ પ્રત્યે તેની વિશ્વસનીયતા સાબિત કરી શક્યું નથી તેમ કહ્યું હતું.
વધુમાં તેમણે કહ્યું કે ભારત ક્વાડ ગ્રુપનું સભ્ય હોવા છતાં અમેરિકાએ સાવચેત રહેવું જોઈએ. અમેરિકાએ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત સાથે તેના સંબંધો મજબૂત કર્યા છે. છત્તાં પણ યુ.એસ. સાથે સાવધાની સાથે આગળ વધવું, કારણ કે યુ.એસ.એ ક્યારેય પોતાને વ્યૂહાત્મક અને સંરક્ષણ સહયોગીઓ સાથે વિશ્વાસપાત્ર બનાવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે જનરલ સિંઘે 24મા આર્મી ચીફ 2012-2014 વચ્ચે સેવા આપી હતી, તેમણે યુએસ સાથેના વ્યૂહાત્મક વ્યવહારમાં સાવચેતી રાખવાના તેમના આહ્વાનને સમજાવતા કહ્યું કે યુ.એસ.એ તાજેતરમાં જ બે વાર અને વધુ વખત વિયેતનામમાંથી તેના દળોને બહાર કાઢ્યા છેઅનેતાજેતરમાં જ અફઘાનિસ્તાન થી પણ. તેમણે કહ્યું કે અમેરિકા તેના તમામ બાહ્ય સૈન્ય હસ્તક્ષેપમાં નિષ્ફળ રહ્યું છે