1. Home
  2. ગુજરાતી
  3. યુપીના પૂર્વ સીએમ અને રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ કલ્યાણસિંહનું 89 વર્ષની વયે નિધનઃ પીએમ મોદી એ દુઃખ વ્યક્ત કર્યું
યુપીના પૂર્વ સીએમ અને રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ કલ્યાણસિંહનું 89 વર્ષની વયે નિધનઃ પીએમ મોદી એ દુઃખ વ્યક્ત કર્યું

યુપીના પૂર્વ સીએમ અને રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ કલ્યાણસિંહનું 89 વર્ષની વયે નિધનઃ પીએમ મોદી એ દુઃખ વ્યક્ત કર્યું

0
Social Share
  • કલ્યાણસિંહનું 89 વર્ષની વયે નિધન
  • ઉત્તરપ્રદેશના પૂર્વ સીએમ રહી ચૂક્યા હતા
  • 4 જુલાઈથી હતા સારવાર હેઠળ

 

દિલ્હીઃ- રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા કલ્યાણ સિંહના નિધનથી ભાજપમાં શોકનું મોજું ફળી વળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના દિગ્ગજ નેતાના નિધનને લઈને શોક વ્યક્ત કર્યો છે. આ સાથે જ સંરક્ષણ મંત્રી એવા રાજનાથ સિંહે કહ્યું, ‘મેં મારા મોટા ભાઈ અને સાથીદારને ગુમાવ્યા છે.’

કલ્યાણ સિંહનું 89 વર્ષની ઉંમરે નિધન થયું છે. સંજય ગાંધી પીજીઆઈની ક્રિટિકલ કેર મેડિસિનના આઈસીયુમાં તેમને 4 જુલાઈએ તેમને ગંભીર હાલતમાં દાખલ કરાયા હતા, જ્યા લાંબા સમયની બીમારી શનિવારની રાતે અંતિમ શ્વાસ લીધા હતા.

વડાપ્રધારધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના નિધનને લઈને શોક વ્યક્ત કરતા સંદેશમાં લખ્યું છે કે,- ‘કલ્યાણ સિંહ જીના નિધનથી હું દુખી છું. તે એક રાજકારણી, જમીન સ્તરી અને એક મહાન ઈન્સાન હતા. ઉત્તર પ્રદેશના વિકાસમાં તેમનું અમૂલ્ય યોગદાન છે. તેમના પુત્ર રાજવીર સિંહ સાથે વાત થઈ અને સંવેદના વ્યક્ત કરી.

રાજનાથ સિંહે કહ્યું કે- ‘ કલ્યાણ સિંહ જીના મૃત્યુથી મેં મારા મોટા ભાઈ અને સાથીને ગુમાવ્યા છે. તેમના મૃત્યુથી સર્જાયેલી ખોટ ભરવાનું લગભગ અશક્ય છે. દુઃખના આ મુશ્કેલ સમયમાં ભગવાન તેમના શોકગ્રસ્ત પરિવારને ધીરજ અને શક્તિ આપે.

ઉલ્લેખનીય છે કે કલ્યાણ સિંહનો જન્મ 5 જાન્યુઆરી 1932 ના રોજ થયો હતો. તેઓ વર્ષ 1991 માં પ્રથમ વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા. તો બીજી વયકત કલ્યાણ સિંહ 1997-99 માટે મુખ્યમંત્રી પદ પર આવ્યા હતા.

આ સહીત બાબરી મસ્જિદ તોડવાની ઘટના 6 ડિસેમ્બર 1992 ના રોજ તેમના મુખ્યમંત્રીપદ દરમિયાન બની હતી. ઘટના બાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું.ત્.યાર બાદ કેઓ વર્ષ 2009 માં સમાજવાદી પાર્ટીમાં જોડાયા. આ સાથે જ 26 ઓગસ્ટ 2014 ના રોજ તેઓ રાજસ્થાનના રાજ્યપાલ પણ બન્યા. તેમણે 2010 માં પોતાની પાર્ટી જન ક્રાંતિ પાર્ટી બનાવી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code