- દિલ્હીના મંત્રી મનીષ સિસોદિયાને ઝટકો
- કોર્ટે વચગાળાના જામીન ન આપ્યા
દિલ્હીઃ- દિલ્હી આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા મનીષ સિસોદીયા છેલ્લા ઘણા સમયથી મની લોન્ડરિંગ કેસમાં સમાચારોની હેડલાઈનમાં છે. તેમના પર ચાલી રહેલા કેસમાં આજે ફરી કોર્ટે તેઓને ઝટકો આપ્યો છે.પ્રાપ્ત વિગત પ્રમાણે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં સોમવારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે.
આજરોજ હાઈકોર્ટે મનીષ સિસોદિયાને વચગાળાના જામીન આપવાનો મનાઈ ફરમાવી દીધી છે. 3 જૂને થયેલી સુનાવણી દરમિયાન જજ દિનેશ કુમાર શર્માએ કોર્ટમાં જામીન અરજી પર નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. જે અંગે આજે સુનાવણી હાથ ધરવામાં આવી છે.
આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની છ સપ્તાહની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે. હાઈકોર્ટે સિસોદિયોને વચગાળાના જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે. જસ્ટિસ દિનેશ કુમાર શર્માની કોર્ટે વચગાળાના જામીન પર ચુકાદો આપ્યો હતો.
બીજી તરફ સિસોદિયાને રાહત આપતા કોર્ટે તેમને તેમની બીમાર પત્નીને મળવાની મંજૂરી આપી છે. કોર્ટે કહ્યું કે મનીષ સિસોદિયાને હોસ્પિટલ કે ઘરે બંને જવાની છૂટ આપવામાં આવે છે. તે સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી ઘરે અથવા હોસ્પિટલમાં જઈ શકે છે. આ સાથે જ કોર્ટે કહ્યું કે આ સમયગાળા દરમિયાન અરજદાર તેના પરિવારના સભ્યો સિવાય કોઈની સાથે વાતચીત કરી શકશે નહીં. તેમજ મોબાઈલ પણ આપવામાં આવશે નહી.
મની લોન્ડરિંગના આ કેસમાં સિસોદિયાની નિયમિત જામીન માટેની અરજી હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે. આ કેસમાં 9 માર્ચે ધરપકડ કરાયેલા સિસોદિયા હાલમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ની ન્યાયિક કસ્ટડીમાં છે. ઉલ્લેખનીય છે કે ઈડી પુરાવા સાથે છેડછાડની આશંકા વ્યક્ત કરતી વચગાળાની જામીન અરજીનો વિરોધ કર્યો હતો.ત્યારે આજરોજ કોર્ટે તેમના વચગાળાના જામીનની અરજી ફગાવી દીધી છે એટલે કોર્ટે પૂર્વ મંત્રીને મોટો ઝટકો આપ્યો છે.