ગજવા-એ-હિંદના ખ્વાબમાં રાચતા અને પાકિસ્તાની હેન્ડલર સાથે સંકળાયેલા ચાર જેહાદી ઝડપાયા
- યુપી એટીએસને મોટી સફળતા: ભારત વિરોધી આતંકી કાવતરાનો પર્દાફાશ, 4 આરોપીઓની ધરપકડ
લખનૌ, 4 એપ્રિલ, 2026 – Four jihadi arrested ઉત્તર પ્રદેશ ATS દ્વારા એક ખૂબ જ મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ATS એ ભારતમાં ‘ગજવા-એ-હિન્દ‘ કરવા માગતા અને એ માટે દેશમાં આગચંપી કરી દહેશત ફેલાવવાનો ઈરાદો ધરાવતા 4 આરોપીઓની ધરપકડ કરી છે. મળતી પ્રારંભિક માહિતી અનુસાર આ જેહાદીઓ દેશના અનેક ભાગમાં ગેસ સિલિન્ડરથી આગ લગાડીને ભયનો માહોલ ઊભો કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા.
માહિતી અનુસાર, આ જેહાદીઓ અલગ-અલગ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા પાકિસ્તાની હેન્ડલર્સ સાથે જોડાયેલા હતા. આ લોકો આગચંપીની નાની-નાની ઘટનાઓને અંજામ આપીને પાકિસ્તાન વીડિયો મોકલતા હતા અને ત્યારબાદ QR કોડના માધ્યમથી ત્યાંથી પૈસા મંગાવતા હતા. આખું જૂથ પાકિસ્તાની હેન્ડલરના ઈશારે કામ કરી રહ્યું હતું.
આ પણ વાંચોઃ દેશની 15,000 શાળાઓ અને 500 કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ સ્થાપવામાં આવશે
યુપી એટીએસને મળી મોટી સફળતા
યુપી ATS એ ગેંગના મુખ્ય સભ્ય સાકિબ ઉર્ફે ડેવિડની ધરપકડ કરી છે. આ ગ્રુપ પાકિસ્તાની હેન્ડલર્સ, કટ્ટરપંથીઓ અને અફઘાનિસ્તાનના અનેક નંબર સાથે જોડાયેલું હતું અને દેશની સુરક્ષામાં ગાબડું પાડવાનું કામ કરી રહ્યું હતું. આ ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં ડરનો માહોલ બનાવવાનો હતો.
પાકિસ્તાની હેન્ડલર્સ ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ઓસામા બિન લાદેન, ફતુલ્લા ગોરી, કાશ્મીર મુજાહિદ્દીન, ગજવા-એ-હિન્દ સાથે જોડાઈને ધર્મના આધારે વાહનો સળગાવી દહેશત ફેલાવતા હતા. સાકિબના ગામનો અરબાબ પણ આ કામમાં સામેલ હતો. આરોપીઓ દ્વારા પાકિસ્તાની હેન્ડલર્સને પ્રતિષ્ઠિત સંસ્થાઓના ગૂગલ લોકેશન પણ મોકલવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ સમુદ્રમાં ભારતની તાકાત વધી: અત્યાધુનિક સ્ટીલ્થ ફ્રિગેટ તારાગિરી ભારતીય નૌકાદળમાં સામેલ
સરકારી સંસ્થાઓની રેકી
યુપી ATS ને આ જેહાદીઓ પાસેથી જ્વલનશીલ પદાર્થો, 7 મોબાઈલ ફોન, 24 પમ્ફલેટ અને આધાર કાર્ડ મળી આવ્યાં છે. માહિતી મુજબ આરોપીઓએ પૈસાની લાલચમાં અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓ અને વાહનોની રેકી કરી હતી. આ સિવાય લખનૌ, અલીગઢ અને ગાઝિયાબાદ જેવાં શહેરોમાં પ્રતિષ્ઠિત સંસ્થાઓ અને સરકારી વાહનો વિશે પણ માહિતી એકઠી કરીને તેના વીડિયો પાકિસ્તાન મોકલ્યા હતા.
આ ગેંગનો ખુલાસો થયા બાદ ગુપ્તચર અને સલામતી એજન્સીઓ સતર્ક બની છે. યુપી ATS આરોપીઓની પૂછપરછમાં લાગી ગઈ છે. તેમની સાથે બીજા કયા લોકો જોડાયેલા હતા, તે અંગે પણ સવાલ-જવાબ કરવામાં આવી રહ્યા છે.


