1. Home
  2. ગુજરાતી
  3. ઓસ્ટ્રેલિયન સંસદમાં ભારત સાથે મુક્ત વેપાર કરાર પાસ – પીએમ અલ્બેનિસી જાહેરાત
ઓસ્ટ્રેલિયન સંસદમાં ભારત સાથે મુક્ત વેપાર કરાર પાસ – પીએમ અલ્બેનિસી જાહેરાત

ઓસ્ટ્રેલિયન સંસદમાં ભારત સાથે મુક્ત વેપાર કરાર પાસ – પીએમ અલ્બેનિસી જાહેરાત

0
  • ઓસ્ટ્રેલિયન સંસદમાં ભારત સાથે મુક્ત વેપાર કરાર પાસ
  • પીએમ અલ્બેનિસી જાહેરાત

દિલ્હીઃ- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા આજે મહત્વનું પગલું લેવામાં આવ્યું છે. આજરોજ ઓસ્ટ્રેલિયાની સંસદમાં ભારત-ઓસ્ટ્રેલિયા મુક્ત વેપાર કરાર પસાર કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે  આ માનલે ટ્વિટ પણ કર્યું છે. તેમણે ટ્વીટ કર્યું કે ભારત સાથેનો અમારો મુક્ત વેપાર કરાર સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો છે.

આ સાથે જ હવે બંને દેશો પરસ્પર સહમતિથી નક્કી કરશે કે આ કરાર કઈ તારીખથી અમલી કરણ કરશે. ભારત-ઓસ્ટ્રેલિયા ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ અમલમાં આવે તે પહેલા ઓસ્ટ્રેલિયાની સંસદની મંજૂરી જરૂરી હતી. ભારતમાં, આવા કરારોને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવે છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ના આ સંબધોને લઈને વાણીજ્ય મંત્રી પીયૂષ ગોયલ એક ટ્વિટ કરીને જણાવ્યું છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા આર્થિક સહયોગ અને વેપાર કરારને ઓસ્ટ્રેલિયા સંસદે પારિત કરી દીધા છે. વધુમાં કહ્યું કે  તે આમારા ગાઢ સંબંધોને લઈને પુરી ક્ષમતા સાથે આગળ વધારવાને અને  આર્થિક વૃદ્ધીને  ગતિ આપવા માટે મંચ તૈયાર કરે છે.

આ સાથે જ વેપાર મંત્રી  ડોન ફેરેલે જણાવ્યું હતું કે ભારતે દ્વિપક્ષીય આર્થિક ભાગીદારી પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ એકવાર અમલમાં આવ્યા પછી, વેપાર કરાર ભારતના 6 હજારકથી વધુ વ્યાપક ક્ષેત્રો, જેમાં કાપડ, ચામડું, ફર્નિચર, જ્વેલરી અને મશીનરીનો સમાવેશ થાય છે, ઓસ્ટ્રેલિયન બજારમાં ડ્યુટી-મુક્ત ઍક્સેસ પ્રદાન કરશે, પીટીઆઈએ અહેવાલ આપ્યો છે.ત્યારે હવે ભારત અને ઓસ્ટ્રલિયાના સંબંધો વધુ ગાઢ બનવા જઈ રહ્યા છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.