1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીઃ બે દિવસ કોલ્ટવેવની આગાહી

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીઃ બે દિવસ કોલ્ટવેવની આગાહી

0
Social Share

અમદાવાદઃ ઉત્તર ભારતમાં પડેલી હિમ વર્ષાના કારણે ગુજરાત ઉપર શીત લહેરનું મોજુ ફરી વળ્યું છે. સમગ્ર રાજ્યમાં કડકડતી ઠંડી પડતા લોકો રીતસરના ઠુઠવાયાં છે. દરમિયાન હવામાન વિભાગે હજુ બે દિવસ રાજ્યમાં કાતિલ ઠંડી પડવાની આગાહી કરી છે. આજે રાજ્યનું ઠંડી નગર નલિયા રહ્યું હતું. નલિયામાં 4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો છે અને 9 શહેરોમાં તાપમાન 10 ડિગ્રી કરતા ઓછુ નોંધાયું હતું. ગાંધીનગરમાં 8.2, જૂનાગઢના કેશોદમાં 8, બનાસકાંઠાના ડીસામાં 8.8, અમદાવાદમાં 9.9, વલસાડ અને વિદ્યાનગરમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં ઠંડા પવન ફુંકાતા લોકો ઠુઠવાયાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ, હજુ 1 ફેબ્રુઆરી સુધી હાડ થીજવી નાખે તેવી ઠંડીનો અનુભવ થશે. રાજકોટ, ભાવનગર અને પોરબંદરમાં કોલ્ડવેવની આગાહી કરાઈ છે.

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડતી હોવાથી વહેલી સવારે અને રાતના સમયે લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. તેમજ ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લઈ રહ્યાં છે. ગુજરાતની નજીક આવેલા માઉન્ટ આબુમાં લઘુતમ તાપમાનનો પારો માઈનસમાં પહોંચ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code