
ફ્રાન્સ નૌસેનાના વડા આજથી ભારતની ત્રણ દિવસની યાત્રા પર – ઇન્ડો-પેસિફિક પર થઈ શકે છે ચર્ચા
- ફ્રાન્સ નૌસેનાના વડા આજથી ભારતની મુલાકાતે
- ઈન્ડો પેસિફિક પર ચર્ચા થવાની આશા
દિલ્હીઃ- ભારત દેશની મુલાકાતે અવારનવાર વિદેશના વડાઓ આવતા હોય છે ત્યારે હવે આજ શ્રેણીમાં ફ્રાન્સ નૌકાદળના પ્રમુખ ફ્રાન્સ વચ્ચેની મિત્રતાને વધુ મજબૂત કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે જે અંતર્ગત નૌસેનાના પ્રમુખ એડમિરલ પિયરે વેન્ડિયર આજરોજ સોમવારે ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નૌસેનાના વડાની મુલાકાતનો ઉદ્દેશ્ય દ્વિપક્ષીય દરિયાઈ સહયોગને વધુ મજબૂત બનાવવાનો છે, કહેવામાં આવી રહ્યું છે કે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહયોગ વધુ મજબૂત કરવાની કવાયત હાથ ધરાશે
તેઓએ વિતેલા દિવસને રવિવારના રોજ જણાવ્યું હતું કે તેઓની મુલાકાત યુક્રેનમાં સંકટ વચ્ચે થઈ રહી છે, તેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બંને પક્ષો ભારત-પ્રશાંત ક્ષેત્ર પર સંઘર્ષની સંભવિત અસરો પર ચર્ચા કરી શકે છે.આ સાથે જ સેનાના વડા, સેના પ્રમુખ, ડૉ. જનરલ એમએમ નરવણે અને એર ચીફ ઓફ ધ એર સ્ટાફ, એર ચીફ માર્શલ વીઆર ચૌધરી વિસ્તૃત વાતચીત કરશે.
ઉલ્લેખનીય છે કે ફ્રાન્સના નેવી ચીફ વેન્ડિયરનીભારતની આ મુલાકાત વિદેશ મંત્રી એસ જયશંકરની પેરિસ મુલાકાતના એક મહિના બાદ આવી છે. આ મુલાકાતનો ઉદ્દેશ્ય દ્વિપક્ષીય દરિયાઈ સુરક્ષા સહયોગને વધુ વધારવાનો છે. ભારત અને ફ્રાન્સ વચ્ચેનો દરિયાઈ સહયોગ વર્ષોથી નોંધપાત્ર રીતે વિસ્તર્યો છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે સમુદ્રથી અવકાશ અને સાયબરથી મહાસાગરો સુધીના અસંખ્ય સુરક્ષા પડકારોને પહોંચી વળવા માટે ભારત ફ્રાંસને વિશ્વસપાત્ર સહયોગી તરીકે જોવા મળે છે.