1. Home
  2. ગુજરાતી
  3. 1 જુલાઈથી આધારકાર્ડ, LPG સિલિન્ડર અને ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ ફેરફાર થશે
1 જુલાઈથી આધારકાર્ડ, LPG સિલિન્ડર અને ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ ફેરફાર થશે

1 જુલાઈથી આધારકાર્ડ, LPG સિલિન્ડર અને ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ ફેરફાર થશે

0
Social Share

નવી દિલ્હી, 23 જૂન 2026: જૂન મહિનો પૂરો થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને 1 જુલાઈ 2026થી નવા મહિનાની શરૂઆત થવા જઈ રહી છે. સામાન્ય રીતે દર મહિનાની પહેલી તારીખે દેશમાં સામાન્ય જનતાના ખિસ્સા પર અસર કરતા કેટલાક આર્થિક અને સરકારી નિયમોમાં ફેરફાર થતા હોય છે. આ ક્રમમાં આગામી 1 જુલાઈથી આધાર કાર્ડમાં ફ્રી અપડેટથી લઈને એલપીજી સિલિન્ડરના ભાવો અને ક્રેડિટ કાર્ડના નિયમો સુધીના અનેક મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા બજેટ પર પડી શકે છે.

ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ દ્વારા આધાર કાર્ડ ધારકો માટે એક મોટી અને રાહત આપતી જાહેરાત કરવામાં આવી છે. 1 જુલાઈથી આધાર કાર્ડમાં ઈમેલ આઈડી અપડેટ કરાવવાના નિયમોમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે. હવેથી નાગરિકો પોતાના આધાર કાર્ડમાં ઈમેલ આઈડી તદ્દન મફતમાં અપડેટ કરાવી શકશે. 1 જુલાઈ 2026 થી શરૂ થઈને આગામી 6 મહિના સુધી એટલે કે 31 ડિસેમ્બર સુધી આ મફત સુવિધાનો લાભ ઉઠાવી શકાશે. વર્તમાન સમયમાં આધાર કાર્ડમાં ઈમેલ આઈડી લિંક કે અપડેટ કરાવવા માટે રૂ. 75 ચૂકવવા પડે છે, જે હવે ચૂકવવા નહીં પડે.

  • રસોઈ ગેસના ભાવો બદલાઈ શકે છે

મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ)માં ચાલી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવને કારણે વૈશ્વિક સ્તરે ઈંધણના ભાવો પર અસર પડી છે, જેના લીધે વચ્ચે-વચ્ચે એલપીજી ગેસના ભાવ વધતા રહ્યા છે. ઘરેલું અને કોમર્શિયલ બંને પ્રકારના એલપીજી સિલિન્ડરની કિંમતોમાં અગાઉ વધારો નોંધાયો હતો. સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓ સામાન્ય રીતે દર મહિનાની 1 તારીખે ગેસ સિલિન્ડરના ભાવોની સમીક્ષા કરે છે. તેથી, 1 જુલાઈના રોજ પણ ગેસ સિલિન્ડરના ભાવ વધશે, ઘટશે કે સ્થિર રહેશે તે અંગે નવો નિર્ણય જાહેર કરવામાં આવશે.

એલપીજીની જેમ જ દર મહિનાની શરૂઆતમાં સીએનજી અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલના ભાવોની પણ સમીક્ષા કરવામાં આવે છે. ગયા મહિને પણ આ બંને ઈંધણના ભાવમાં વધારો ઝીંકાયો હતો. આથી, વાહનચાલકો અને હવાઈ મુસાફરી કરનારાઓ માટે 1 જુલાઈથી સીએનજી અને એટીએફના નવા દરો જાહેર થઈ શકે છે.

  • HDFC બેંકના ક્રેડિટ કાર્ડ યુઝર્સને ઝટકો: લાઉન્જ એક્સેસના નિયમો કડક થયા

જો તમે HDFC બેંકનું લોકપ્રિય ‘રેગાલિયા ગોલ્ડ ક્રેડિટ કાર્ડ’ નો ઉપયોગ કરો છો, તો એરપોર્ટ લાઉન્જ એક્સેસના નિયમો જાણી લેવા જરૂરી છે. બેંક દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ ફ્રી ડોમેસ્ટિક એરપોર્ટ લાઉન્જ એક્સેસનો લાભ લેવા માટે હવે નવો ચાર્જ અને શરત લાગુ થશે. ગ્રાહકોએ આગામી ક્વાર્ટરમાં (ત્રિમાસિક ગાળામાં) ફ્રી લાઉન્જ એક્સેસ મેળવવા માટે, અગાઉના ક્વાર્ટરમાં પોતાના આ કાર્ડ પર ઓછામાં ઓછા રૂ. 60 હજારનો ખર્ચ કરવો અનિવાર્ય રહેશે. જો આ ટાર્ગેટ પૂરો નહીં થાય તો ગ્રાહકો મફત લાઉન્જ એક્સેસની સુવિધા મેળવી શકશે નહીં.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code