Homeગુજરાતીજીવનશૈલીલીમડાથી લઈને મુલેઠી સુધી... ત્વચાને કુદરતી રીતે ચમકાવવા અપનાવો આ ૩ હર્બલ...

લીમડાથી લઈને મુલેઠી સુધી… ત્વચાને કુદરતી રીતે ચમકાવવા અપનાવો આ ૩ હર્બલ વોટર રેમેડીઝ

આજકાલની ભાગદોડ ભરેલી જીવનશૈલી, ધૂળ-પ્રદૂષણ અને કેમિકલ યુક્ત બ્યુટી પ્રોડક્ટ્સના કારણે ચહેરો ડલ અને નિર્જીવ બની જતો હોય છે. ચહેરા પર ખીલ થવા એ ખૂબ જ સામાન્ય બાબત છે, પરંતુ ખીલ મટ્યા પછી પણ ચહેરા પર તેના હઠીલા ડાઘ-ધબ્બા રહી જાય છે. ત્વચાની આવી અનેક સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે હર્બલ કેર અને પ્રાકૃતિક ઉપચારો ખૂબ જ કારગર સાબિત થઈ શકે છે. સ્વાસ્થ્યની સાથે-સાથે ત્વચાની સંભાળ માટે પણ લોકો હવે હર્બલ ચીજોને પ્રાધાન્ય આપી રહ્યા છે. 

લીમડાનું પાણી 

જો તમારા ચહેરા પર ખીલ, બળતરા કે નાના-મોટા દાણાની સમસ્યા રહેતી હોય, તો લીમડો ખૂબ જ ગુણકારી સાબિત થાય છે.

  • બનાવવાની રીત: લીમડાના પાનને સારી રીતે ધોઈને રાત્રે પાણીમાં પલાળી રાખો. સવારે તેને પાણી સાથે ઉકાળી લો અને ઈચ્છો તો તેમાં થોડા તુલસીના પાન પણ ઉમેરી શકો છો.

  • ફાયદો: આ પાણીથી ચહેરો ધોવાથી અથવા તેને સ્પ્રે બોટલમાં ભરીને ચહેરા પર છાંટવાથી ત્વચાને રાહત મળે છે. લીમડામાં રહેલા એન્ટી-બેક્ટેરિયલ ગુણો ખીલ-પિમ્પલ્સની સમસ્યાને ઘટાડવામાં મદદ કરે છે, જ્યારે તુલસી ચહેરાના ડાઘ-ધબ્બા આછા કરવામાં મદદરૂપ છે.

મંજીષ્ઠાનું પાણી અને ફેસ પેક

આયુર્વેદમાં મંજીષ્ઠાને ત્વચા માટે એક અમૂલ્ય જડીબુટ્ટી માનવામાં આવે છે.

  • બનાવવાની રીત: મંજીષ્ઠાના અર્ક કે પાવડરને પાણીમાં ઉકાળીને ચહેરા પર લગાવી શકાય છે. જો તમારી ત્વચા શુષ્ક હોય, તો તેમાં થોડું એલોવેરા જેલ ભેળવી લો, જેથી બળતરા અને લાલાશ ઓછી થાય. ત્વચાની ડલનેસ દૂર કરવા માટે તેમાં લીંબુનો રસ અને ગુલાબ જળ પણ મિક્સ કરી શકાય છે.

  • ફેસ પેક: મંજીષ્ઠા પાવડરને ચંદનમાં ભેળવીને ફેસ પેક પણ બનાવી શકાય છે. આ પેકને અઠવાડિયામાં બે વાર 20-20 મિનિટ માટે ચહેરા પર લગાવવાથી ત્વચાને ઠંડક મળે છે અને ચહેરો ગ્લોઈંગ તથા બેદાગ બને છે.

લવિંગ અને મુલેઠીનું પાણી 

જો તમારા ચહેરા પર પિગમેન્ટેશન, ખીલના નિશાન અને ત્વચા સાવ નિસ્તેજ બની ગઈ હોય, તો આ ઉપાય શ્રેષ્ઠ છે.

  • બનાવવાની રીત: મુલેઠી સાથે લવિંગને પાણીમાં સારી રીતે ઉકાળી લો. ત્યારબાદ આ પાણીને ઠંડુ કરીને ગાળી લો અને રોજ તેનાથી ચહેરો ધોવો.

  • ફાયદો: તમે તેને સ્પ્રે બોટલમાં પણ ભરી શકો છો અને જરૂરિયાત મુજબ ચહેરા પર લગાવી શકો છો. નિયમિત ઉપયોગથી તમને ધીમે-ધીમે ચહેરા પર સકારાત્મક પરિણામો જોવા મળશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular