1. Home
  2. ગુજરાતી
  3. અભિનેતા રાજકુમાર રાવના મેરેજથી લઈને રિસેપ્શન રહ્યું શાનદાર –  મન મકીને પત્ની સંગ ઝુમ્યા 
અભિનેતા રાજકુમાર રાવના મેરેજથી લઈને રિસેપ્શન રહ્યું શાનદાર –  મન મકીને પત્ની સંગ ઝુમ્યા 

અભિનેતા રાજકુમાર રાવના મેરેજથી લઈને રિસેપ્શન રહ્યું શાનદાર –  મન મકીને પત્ની સંગ ઝુમ્યા 

0
Social Share
  • 15 તારિખે રાજકુમાર રાવ લગ્નના બંધનમાં બંધાયા
  • સોમવારે  સાંજે રિસેપ્શનમાં મન મૂકીને ઝૂમ્યા

મુંબઈઃ- બોલિવૂડમાં જાણીતા અને નાની ઉંમરે મોટી સફળતા મેળવાના એવા અભિનેતા રાજકુમાર રાવ ફાઈનલી પોતાની ગર્લફ્રેન્ડ પર્તલેખા સાથે સાત ફેરા લઈને લગ્નના બંઘનમાં બંઘાઈ ચૂક્યા છએ, 15 નવેમ્બરના રોજ આ કપલે લગ્ન કરી લીઘા છે,આ સાથે જ લગ્નની સાંજે રિસેપ્શનનું પમ આયોજન કરવામાં આવ્યું હતું

ઉલ્લેખનીય છે કે આ કપલે ચંડીગઢના ઓબેરોય સુખવિલાસમાં સાત ફેરા લઈને નવા જીવનની શરૂઆત કરી છે. રાજકુમાર રાવ અને પત્રલેખાએ તેમના લગ્નને ગુપ્ત રાખવાનો પૂરો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમના લગ્ન સાથે જોડાયેલી દરેક માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ થી જ ગઈ હતી.

રાજકુમાર રાવ અને પત્રલેખાના રિસેપ્શનમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે પણ હાજરી આપી હતી. તેણે ટ્વિટર પર એક સુંદર ફોટો શેર કર્યો છે, જેમાં તે નવા કપલ સાથે જોવા મળી રહ્યો છે. આ તસવીરની સાથે તેમણે લખ્યું, ‘ચંદીગઢમાં બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા રાજકુમાર રાવ અને પત્રલેખાના લગ્ન સમારોહમાં હાજરી આપીને વર-કન્યાને આશીર્વાદ.’

આ સાથે જ , રાજકુમાર રાવ અને પત્રલેખાએ પણ તેમના લગ્નના ફોટો શેર કરીને ચાહકોને પણ ખુશ કર્યા. લગ્ન બાદ રાજકુમાર અને પત્રલેખાએ ભવ્ય રિસેપ્શનપણ આપ્યું હતું, જેમાં સ્ટાર્સ સિવાય ઘણા રાજનેતાઓએ પણ હાજરી આપી હતી.

રાજકુમાર રાવ અને પત્રલેખાના લગ્નમાં માત્ર 100-150 લોકોએ હાજરી આપી હતી. જેમાં બોલિવૂડના અનેક સ્ટાર્સ સામેલ છે. આ કપલના લગ્નમાં ફરાહ ખાન, હુમા કુરેશી, સાકિબ સલીમ, અદિતિ રાવ હૈદરી, મુદસ્સર અઝીઝ અને અમર કૌશિક જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા.

રાજકુમાર રાવ અને પત્રલેખાની રિસેપ્શન પાર્ટી સોમવારે સાંજે થઈ હતી. આ દરમિયાન બંને એકસાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. રાજકુમાર બ્લેક સૂટ અને પત્રલેખા ગોલ્ડન સાડી પહેરેલા જોવા મળ્યા હતા. આ ખાસ અવસર પર રાજકુમાર રાવ અને પત્રલેખા બોલિવૂડના કિંગ એટલે કે શાહરૂખ ખાનના સોંગ પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

રાજકુમારના રિસેપ્શનની ઈવનિંગને બ્યૂટિફૂલ બનાવવા માટે એક બેન્ડ બોલાવવામાં આવ્યું હતું, જેણે રિસેપ્શન પાર્ટીની શાનમાં વધારો કર્યો હતો આ પ્રસંગના ઘણા વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે, જેમાં દરેક લોકો એન્જોય કરતા જોવા મળી રહ્યા છે. પરંતુ એક વીડિયો ફેન્સમાં ચર્ચામાં છે કારણ કે આ વીડિયોમાં રાજકુમાર રાવ શાહરૂખ ખાનના ગીત ‘દિલ સે રે’ પર ડાન્સ કરતા જોવા મળે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code