1. Home
  2. ગુજરાતી
  3. એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ પર રિસર્ચ આર્ટિકલ સ્પર્ધા – પાર્થ પટેલનો ટોપ-10માં સમાવેશ
એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ પર રિસર્ચ આર્ટિકલ સ્પર્ધા – પાર્થ પટેલનો ટોપ-10માં સમાવેશ

એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ પર રિસર્ચ આર્ટિકલ સ્પર્ધા – પાર્થ પટેલનો ટોપ-10માં સમાવેશ

0
Social Share

અમદાવાદઃ કેન્દ્ર સરકારની “એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ” ઉપર રિસર્ચ આર્ટિકલ સ્પર્ધામાં દેશની વિવિધ યુનિવર્સિટીઓના ટોપ-10 રિસર્ચ આર્ટિકલમાં ગાંધીનગરના યુવાન પાર્થ પટેલના રિસર્ચ આર્ટિકલનો પણ સમાવેશ થાય છે. પાર્થ પટેલના રિસર્ચ આર્ટિકલને છઠ્ઠુ સ્થાન મળ્યું છે.

મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય હિન્દુ વિશ્વ વિદ્યાલય વર્ધા દ્વારા “એક ભારત શ્રેષ્ઠ ભારત”ની થીમ ઉપર રિસર્ચ આર્ટિકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સમગ્ર દેશની વિવિધ યુનિવર્સિટીના અનેક વિદ્યાર્થીઓએ ભાગ લઈને રિસર્ચ આર્ટિકલ રજૂ કર્યાં હતા. આ સ્પર્ધામાં ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાંથી પીએચડી કરતા પાર્થ પટેલે પણ ભાગ લીધો હતો. પાર્થ પટેલે ‘મહાત્મા ગાંધીઃ અ કમ્યુનિકેટર ફોર નેશનલ વેલ્યુસ’ વિષય ઉપર પોતાનો આર્ટિકલ તૈયાર કર્યો હતો.

મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય હિન્દુ વિશ્વ વિદ્યાલય વર્ધા દ્વારા આયોજીત રિસર્ચ આર્ટિકલ સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પાર્થ પટેલનો રિસર્ચ આર્ટિકલ દેશની વિવિધ યુનિવર્સીટીઓના ટોપ 10 રિસર્ચ આર્ટિકલમાં પસંદગી પામ્યો છે. તેમજ પાર્થ પટેલના આર્ટિકલને પુસ્તકમાં પ્રકાશિત કરવામાં આવશે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code