ગંગાજળ 97 ટકામાંથી 68 ટકા સ્નાન માટે લાયક, વર્ષ 2014થી પાણીની ગુણવત્તામાં સુધારો- NMCG નો દાવો
- ગંગાજળ 97માંથી 68 ટકા સ્નાન કરવાને લાયક
- એનએસસીજી એ કર્યો દાવો
દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં ગંગાજળને પવિત્ર જળ ગણવામાં આવે છે, ગંગાની ભુમિ પર આવતા લોકો પોતાના માટે અહીંથી ચોક્કસ ગંગાજળ લઈને ઘરે જતા હોય છે. આ ગંગાજળને લઈને નેશનલ મિશન ફોર ક્લીન ગંગાના ડિરેક્ટર જનરલ રાજીવ રંજન મિશ્રા એ દાવો કર્યો છે કે 2014 થી ગંગાના પાણીની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે.
આ સમગ્ર બાબતે મિશ્રાએ માહિતી આપી કે ગંગાના 97 મોનિટરિંગ સ્થળોમાંથી 68 પર બાયોકેમિકલ ઓક્સિજન જોવસ્નાન ધોરણો અનુસાર છે. આ સિવાય સમગ્ર નદીમાં ઓગળેલા ઓક્સિજનનું સ્તર નિર્ધારિત લઘુત્તમ ધોરણ કરતાં વધુ જોવા મળે છે. તેમણે કહ્યું કે 2014માં માત્ર 32 સ્થળોએ સ્નાન માટેના પાણીની ગુણવત્તા BOD ના ધોરણો મુજબ જોવા મળી હતી.
જાણો શું છે BOD
બીઓડી વાસ્તવમાં પાણીમાં હાજર બેક્ટેરિયા અને અન્ય સુક્ષ્મસજીવો દ્વારા ઉપયોગમાં લેવાતા ઓક્સિજનના વપરાશનો ઉલ્લેખ કરે છે. BOD જેટલું ઊચું જાય છે, નદી જેટલી ઝડપથી ઓક્સિજનથી ખસી જાય છે.
નમામી ગંગે અને NMCG ની શરૂઆત 2015 માં અંદાજિત 20 હજારની કિંમત સાથે કરવામાં આવી હતી. આ અંતર્ગત, ગટરવ્યવસ્થાના માળખાકીય સુવિધા, મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ, વ્હાર્ફ ડેવલપમેન્ટ, જળચર જૈવવિવિધતા અને જાહેર જોડાણ જેવા રૂ. 30 હજાર 255 કરોડના 347 પ્રોજેક્ટને અત્યાર સુધીમાં મંજૂરી આપવામાં આવી ચૂકી છે.જેના પરિણામે, ભારતમાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ઓળખાયેલી 351 સૌથી પ્રદૂષિત નદીઓમાંથી કોઈ પણ ગંગાનો ભાગ નથી. કોવિડને કારણે લોકડાઉન, મુસાફરી પ્રતિબંધો, પર્યાપ્ત વરસાદને કારણે નદીના વધુ સારા પ્રવાહ જેવા પરિબળો પણ ગંગાના પાણીની ગુણવત્તા સુધારવા માટે સામેલ છે.