1. Home
  2. revoinews
  3. અસદ અલી (U13) રાઈઝીંગ સ્ટાર ટ્રોફીની સેમિફાઈનલમાં GCI નો વિજય
અસદ અલી (U13) રાઈઝીંગ સ્ટાર ટ્રોફીની સેમિફાઈનલમાં GCI નો વિજય

અસદ અલી (U13) રાઈઝીંગ સ્ટાર ટ્રોફીની સેમિફાઈનલમાં GCI નો વિજય

0
Social Share

અમદાવાદ, 9 ફેબ્રુઆરી 2026: અસદ અલી (યુ13) રાઈઝીંગ સ્ટાર ટ્રોફીની સેમિફાઈનલ જીસીઆઈ(બી) અને યુસીએ(એ) વચ્ચે અસદ અલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. આ મેચમાં જીસીઆઈનો 15 રનથી વિજય થયો હતો.

યુસીએએ ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી જીસીઆઈની શરૂઆત ખરાબ રહી હતી અને 18 રનના સ્કોર ઉપર મિહીર અજય પટેલ (9) રૂપમાં પ્રથમ વિકેટ પડી હતી. જો કે, કેપ્ટન જેવીન જૈન અને વિકેટ કિપર મીહિર એમ પટેલએ 60 રનની ભાગીદારી કરી હતી. મીહિર પટેલ 36 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે જેવીન જૈનએ 54, પાર્થે 13, જીતુ નાગરાનીએ 21, વિવાન ત્રિવેદીએ 4, હેનીલ પટેલે 7 રન બનાવ્યાં હતા. આમ 30 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યાં હતા. યુસીએ તરફથી ધ્યેય પટેલ અને સાત્વીક જૈનએ 2-2 વિકેટ લીધી હતી.

149 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી યુસીએની શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી અને 6 રનના સ્કોર ઉપર બે વિકેટ ગુમાવી હતી. જો કે, વીર પરીખ અને તૌસીફ અન્સારીએ પારીને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. 42 રનના સ્કોર ઉપર તૌસીફ (19)ના રૂપમાં ત્રીજી વિકેટ પડી હતી. વીર પરીખ (53), તૈસીફ(19) અને જય પાંડે (15) જ ડબલ ડિજીટ સ્કોર કરી શક્યા હતા. બાકીના ખેલાડીઓ મોટો સ્કોર કરી શક્યા ન હતા અને 28 ઓવરમાં 133 રન બનાવીને આખી ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. જીસીઆઈ તરફથી વિવાન ત્રિવેદીએ સૌથી વધારે ચાર વિકેટ લીધી હતી. જ્યારે આરવ શાહે એક, કુશ તથા હેનીલ પટેલે એક-એક વિકેટ લઈને ટીમને જીત અપાવી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code