1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કચ્છની ઘરતી ફરી એકવાર ઘ્રુજી – 4.2ની તીવ્રતાના ભૂકંપના આચંકાઓ અનુભવાયા
કચ્છની ઘરતી ફરી એકવાર ઘ્રુજી – 4.2ની તીવ્રતાના ભૂકંપના આચંકાઓ અનુભવાયા

કચ્છની ઘરતી ફરી એકવાર ઘ્રુજી – 4.2ની તીવ્રતાના ભૂકંપના આચંકાઓ અનુભવાયા

0
  • ક્ચ્છમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા
  • સામાન્ય આચંકાઓ હોવાથી કોઈ જ નુકશાન નહી

ભૂજઃ- ગુજરાત રાજ્યનું કચ્છ-ભૂજ ભૂકંપને લઈને સંવેદનશીલ વિસ્તાર ગણાય છે જ્યાં ભૂતરકાળમાં ભૂકંપે તબાહી મચાવી હતી જો કે ત્યાર બાદ વર્ષો પછી પણ અનેક વખત અહી મોટાથી લઈને સામાન્ય આચંકાઓ અનુભવાયા છે ત્યારે એજ ફરી એક વખત કચ્છની ઘરા ઘ્રુજી ઉઠી હતી.

પ્રાપ્ત વિગત પ્રમાણે આજરોજ સવારે ગુજરાતના કચ્છની ઘરા ફરી એક વખત ઘ્રુજી ઉઠી હતી, અહી 4.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે જો કે ભૂકંપના આચંકાઓ સામાન્ય હતા જેથી કોઈ નુકશાન નોંધાયું નથી.આ ભૂકંપ સોમવારની સવારે 6 વાગ્યેની 30 મિનિટ આસપાસ આવ્યો હતો.

આ મામલે સિસ્મોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટએ ભૂકંપની પૃષ્ટી કરી છે.  ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયું હોવાની કોઈ માહિતી નથી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ દુધઈથી 11 કિલોમીટર દૂર નોંધાયું. આજે સવારે 6 વાગ્યેને 38 મિનિટે આંચકો અનુભવાયો હતો. એક કલાકના સમયમાં કચ્છમાં બે આંચકા અનુભવાયા. સવારે 5.18 મિનિટે ખાવડા નજીક 3.2 નો આંચકો આવ્યો હતો.

બન્ને આચંકાઓ વહેલી સવારે આવ્યા હોવાથી લોકો ઘરની અદંર જ હતા ,જેને લઈને જે લોકોએ આ અવનુભવ કર્યો હતો તેઓ ગભરાય ગયા હતા અને ઘરની બહાર દોડી આવ્યા હતો જોકે મોટાભાગનો લોકો સવાર હોવાથી સુતા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.