
સવારે ભૂખ્યા પેટે આવતા ઓડકારને આ રીતે કરો દૂર, આટલી વસ્તુઓનું સેવન આ સમસ્યામાંથી આપે છે છૂટકારો
સામાન્ય રીતે સવારે આપણું પેટ ખાલી હોય ત્યારે ખૂબ જ ઓડકાર આવતા હોય છે ખાલી પેટે આવતા ઓડકાર તમારી તબિયત ખરાબ કરી શકે છે, જેથી કરીને તમે જાગો ત્યારે પહેલા એક ગ્લાસ પાણી પીલેવું જોઈ ત્યાર બાદ 30 મિનિટ પછી કરંઈક સારો હળવો નાસ્તો કરી લેવો જોઈએ, ઘણા લોકોને દરરોજ સવારે ખાલી પેટે ઓડકાર આવવાની સમસ્યા હોય છએ તો ચાલો જાણીએ આ ઓડકારમાંથી છૂટકારો મેળવવાના કેટલાક ઉપાયો.
પાણી પીવું
દરરોજ સવારે જાગીને એક ગ્સાલ ખાલી પેટે સાદુ પાણી પીલેવું જોઈએ, ક્યારેય ખાલી પેટે ચા ન પીવી જોઈએ નહી તો એસિડિટી થઈ શકે છે પાણી પીવાથી પેટમાં ઠંકડ થાય છે અને ઓડકાર આવતા બંધ થાય છે.
વરિયાળીનું શરબત
સવારે જાગીને વરિયાણી અને સાકરમાંથી બનાવેલું એક ગ્સાલ શરબત ખાલી પેટે પીવાથી ઓડકાર આવતા નથી કારણ કે તે પેટની સમસ્યામાં રાહતનું કામ કરે છે જો તમે ઈચ્છો તો કાચી વરિયાળીનું પણ ભૂખ્યા પેટે સેવન કરી શકો છો.
હિંગ
હીંગ પાચન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો ગેસ કે ખાટા ઓડકારની સમસ્યા હોય તો તમે હીંગનો ઉપયોગ કરી શકો છો. આ માટે પાણીમાં હિંગ મિક્સ કરીને પીવો, તમને જલ્દી આરામ મળશે.
દહીં
દહીમાં ખાંડ નાખીને ખાવી આ મીઠુ દહીં ખાટા ઓડકારથી છુટકારો મેળવવામાં કારગાર સાબિત થઈ શકે છે. તેનાથી તમારા પેટને ઠંડક મળશે અને ખાટા ઓડકારની સમસ્યામાં પણ તરત રાહત મળશે.