1. Home
  2. ગુજરાતી
  3. ઈન્ડિયલ ઓઈલ કંપનીની નવી શરુઆત -હવે નાના ગેસ સિલિન્ડર સરાકરી રાશનની દુકાનમાંથી મળશે
ઈન્ડિયલ ઓઈલ કંપનીની નવી શરુઆત -હવે નાના ગેસ સિલિન્ડર સરાકરી રાશનની દુકાનમાંથી મળશે

ઈન્ડિયલ ઓઈલ કંપનીની નવી શરુઆત -હવે નાના ગેસ સિલિન્ડર સરાકરી રાશનની દુકાનમાંથી મળશે

0
Social Share
  • ઈન્દોર શહેરમાં નાના ગેસ સિલિન્ડર દુકાનમાંથી મેળવી શકશે
  • હવે ગૈસ સિલિન્ડર મેળવવાની માથાકૂટમાંથી મળશે હવે છૂટકારો

સામાન્ય દાળ કઠોળની જેમ જો ગેસના સિલિન્ડર પણ દુકાનોમાં મળવા લાગે તો ગ્રાહકોને ઘણી સલતા પડી જાય ત્યારે હવે નાના ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે સારા સમાચાર છે. હવે તેમને ગેસ રિફિલિંગ માટે દૂરના વિસ્તારોમાં જવું નહીં પડે. તેઓ સરકારી રાશનની દુકાનમાંથી 5 કિલોના ગેસ સિલિન્ડર ખરીદી શકે છે.

ઈન્ડિયન ઓઈલ કંપનીએ આની શરૂઆત દેહરાદૂન શહેરમાંથી કરી છે.સરકારી રાશનની દુકાનો પર નાના ગેસ સિલિન્ડર વેચવાની મંજૂરી આપવામાં આવી છે. ઈન્ડિયન ઓઈલ કંપનીના ડિવિઝનલ એલપીજી સેલ્સ હેડે જણાવ્યું કે આ સ્કીમ હાલ પુરતી તો દેહરાદૂનમાં શરૂ કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે તેલ કંપનીના વિતરકો સસ્તા અનાજ વેચનારાઓનો સંપર્ક કરીને તેનો વિસ્તાર કરી રહ્યા છે. તેની શરૂઆત પ્રેમનગરના શ્યામપુરમાં સરકારી સસ્તા અનાજ  વેચનાર  જગ્યાએથી કરવામાં આવી હતી. યુરેકા ગેસ એજન્સીના સંચાલક અને કેન્ટ બોર્ડના નામાંકિત સભ્યનો પ તેમાં સહયોગ રહ્યો છે.  આ દુકાનમાં કમ્પોઝીટ ગેસ સિલિન્ડરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

હવે શોર્ટ સિલિન્ડર ખરીદવા માટે કોઈપણ પ્રકારના આઈડી પ્રૂફની જરૂર નથી. બહારથી આવતા મજૂરો અને વિદ્યાર્થીઓ માટે નાના સિલિન્ડર ખરીદવામાં સરળતા રહેશે. નાના ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત 380 રૂપિયા છે અને કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 626 રૂપિયા છે. જ્યારે સુરક્ષાની રકમ 800 રૂપિયાની આસપાસ છે.

ઘરેલું ગેસની સાથે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત પણ ઘણી મોંઘી છે. જેના કારણે તેનું બ્લેક માર્કેટિંગ પણ થઈ રહ્યું છે. ઘણા લોકોને મોટા સિલિન્ડરમાં રિફિલિંગ નથી મળી રહ્યું. તેઓ મોંઘા દરે ગેરકાયદેસર રીતે નાના સિલિન્ડરોમાં ગેસ રિફિલિંગ મેળવે છે. પરંતુ, હવે આવા લોકોને નાના સિલિન્ડરનો પણ ફાયદો થશે

 

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code