1. Home
  2. ગુજરાતી
  3. ઘકઘક ગર્લ માધુરી દીક્ષિતના લગ્નને પુરા થયા 22 વર્ષ -આ પ્રસંગે ખાસ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો
ઘકઘક ગર્લ માધુરી દીક્ષિતના લગ્નને  પુરા થયા 22 વર્ષ -આ પ્રસંગે ખાસ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો

ઘકઘક ગર્લ માધુરી દીક્ષિતના લગ્નને પુરા થયા 22 વર્ષ -આ પ્રસંગે ખાસ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો

0
Social Share
  • એવરગ્રીન અભિનેત્રી માધુરી દિક્ષીતની એનિવર્સરી
  • લગ્નને પુરા થયા 22 વર્ષ
  • સોશિયલ મીડિયા પર ખાસ વીડિયો કર્યો શેર

મુંબઈઃ- ધક ધક કરને લગા હો……મોરા જીયારા ડરને લગા….આ સોંગ હોઠો પર આવતાની સાથે જ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની ‘ધક-ધક ગર્લ’ માધુરી દીક્ષિત યાદ આવી જાય, બોલિવૂડમાં સતત છેલ્લા કેટલાક દાયકાઓથી એક્ટિવ રહેનારી અભિનેત્રી માધુરિ દિક્ષીત એવરગ્રીન અભિનેત્રીમાં એક ગણાય છે, તેણે અમેરિકન ડોક્ટર શ્રીરામ નેને સાથે એવા સમયે  લગ્ન કર્યા હતા જ્યારે અભિનેત્રી કારકિર્દીની ટોચ પર હતી. 90 ના દાયકામાં, અભિનેત્રીએ તેના લગ્ન વિશે માહિતી આપીને ચાહકોને આશ્ચર્યચકિત કર્યા, કારણ કે બંનેએ ખૂબ જ ખાનગી રીતે લગ્ન કર્યા.

માધુરીએ વર્ષ 1999ને 17 ઓક્ટોબરે લગ્ન કર્યા હતા એટલે કે આજ રોજ  માધુરી અને શ્રીરામ નેને એ લગ્નના 22 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ખાસ દિવસે માધુરીએ સોશિયલ મીડિયા પર એક સુંદર વીડિયો શેર કર્યો છે, જેમાં અભિનેત્રીએ તેના પતિ શ્રીરામ નેને સાથે વિતાવેલા 22 વર્ષોની સુંદર ઝલક દર્શાવી છે. ચાહકોને આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે.

https://www.instagram.com/madhuridixitnene/?utm_source=ig_embed&ig_rid=67380e15-315c-42fe-afd2-3083983b478d

આજના આ ખાસ દિવસે , માધુરીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વિડીયોની શરૂઆતમાં માધુરી અને શ્રીરામ નેનેના લગ્નના ફોટોઝ જોવા મળી રહ્યા છેજેમાં  બંને વર અને કન્યાના વેશમાં ઉભા રહીને કેમેરા માટે પોઝ આપી રહ્યા છે. વીડિયોમાં પછી રિસેપ્શનના ફોટોગ્રાફ્સ અને પછી બાળકો સાથેના ફોટોનો સમાવેશ થાય છે. આ ફોટો માધુરીની સુંદર 22 વર્ષની ઝલક દેખાય છે આ વીડિયો પરથી એ વાત સ્પષ્ટ  રીતે કહી શકીએ કે માધુરી તેના પતિ અને બાળકો સાથે તેના જીવનમાં ખૂબ જ ખુશ છે.તેના લગ્નના 22 વર્ષ પોતાના પતિ સાથએ ખુશીઓથી ભરેલા રહ્યા છે.

https://www.instagram.com/drneneofficial/?utm_source=ig_embed&ig_rid=71839e79-a6e0-4b8b-aae7-7b0db24192ca

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો માધુરી દીક્ષિતે લગ્ન બાદ બોલિવૂડમાંથી બ્રેક લીધો હતો. વર્ષ 2007 માં, અભિનેત્રીએ ફિલ્મ ‘આજા નચલે’ સાથે પાછી ફરી હતી. માધુરી ટૂંક સમયમાં ઓટીટી પર ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે નેટફ્લિક્સ શ્રેણી ‘ફાઈન્ડિંગ અનામિકા’માં જોવા મળશે.આ સમયગાળા વચ્ચે વચ્ચે તે અનેક એવોર્ડ શો, રિયાલીટી શોમાં પણ જોવા મળતી રહેતી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code