1. Home
  2. ગુજરાતી
  3. ઈન્ડિયન પ્રીમિયર લીગના ચાહકો માટે સારા સમાચાર,BCCI એ IPL 2023નું શેડ્યૂલ કર્યું જાહેર
ઈન્ડિયન પ્રીમિયર લીગના ચાહકો માટે સારા સમાચાર,BCCI એ IPL 2023નું શેડ્યૂલ કર્યું જાહેર

ઈન્ડિયન પ્રીમિયર લીગના ચાહકો માટે સારા સમાચાર,BCCI એ IPL 2023નું શેડ્યૂલ કર્યું જાહેર

0
Social Share

મુંબઈ:ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ચાહકો માટે સારા સમાચાર છે.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ IPL 2023નું શેડ્યૂલ જાહેર કર્યું છે.આ વખતે IPL 31 માર્ચથી શરૂ થશે.આ વખતે ટુર્નામેન્ટમાં કુલ 70 લીગ મેચો રમાશે.ગ્રુપ સ્ટેજની મેચો 21 મે સુધી યોજાશે.52 દિવસની આ સિઝનની ટાઈટલ મેચ 28 મેના રોજ રમાશે.

આ વખતે IPLમાં ઓપનિંગ મેચ ગુજરાત ટાઈમ્સ (GT)ની ટીમની છે જેનું નેતૃત્વ હાર્દિક પંડ્યા કરશે.ગુજરાતની ટીમ મહેન્દ્ર સિંહ ધોનીના સુકાની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાથે ટકરાશે.

IPL 2023 સિઝનની શરૂઆતની મેચ અમદાવાદમાં રમાશે.આ વખતે ટુર્નામેન્ટમાં 10 ટીમો વચ્ચે કુલ 70 લીગ મેચો રમાશે.આ દરમિયાન ચાહકોને 18 ડબલ હેડર જોવા મળશે.ડબલ હેડર એટલે એક દિવસમાં બે મેચ રમાશે.સાંજની મેચો સાંજે 7.30 વાગ્યાથી રમાશે જ્યારે બપોરની મેચો 3.30 વાગ્યાથી રમાશે.

IPL 2022માં ગુજરાત ટાઇટન્સે ટાઇટલ જીત્યું હતું.તેણે ફાઈનલ મેચમાં સંજુ સેમસનના નેતૃત્વમાં રાજસ્થાન રોયલ્સને કારમી હાર આપી હતી.આ વખતે માત્ર ગુજરાત જ ટુર્નામેન્ટની શરૂઆતની મેચ રમશે.પરંતુ આ વખતે રાજસ્થાનની ટીમ તેની પ્રથમ મેચ 2 એપ્રિલે રમશે.તે સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે ટકરાશે.

 IPL 2023 ની પ્રથમ 5 મેચ

ચેન્નાઈ સુપર કિંગ્સ V/S ગુજરાત ટાઇટન્સ, 31 માર્ચપંજાબ કિંગ્સ V/S કોલકાતા નાઈટ રાઈડર્સ, 1 એપ્રિલલખનૌ સુપર જાયન્ટ્સ V/S દિલ્હી કેપિટલ્સ, 1 એપ્રિલસનરાઇઝર્સ હૈદરાબાદ V/S રાજસ્થાન રોયલ્સ, 2 એપ્રિલરોયલ ચેલેન્જર્સ બેંગ્લોર V/S મુંબઈ ઈન્ડિયન્સ, 2 એપ્રિલ

તમામ 10 ટીમોએ ગ્રુપ સ્ટેજમાં 14-14 મેચ રમવાની રહેશે

તમામ 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે.દરેક ટીમ ગ્રુપ સ્ટેજમાં 14-14 મેચ રમશે. આ દરમિયાન, દરેક ટીમે 7 મેચ તેમના ઘરે રમવાની રહેશે, જ્યારે બાકીની 7 મેચ વિરોધી ટીમના ઘરે રમવાની રહેશે.આ રીતે દરેક ટીમ 7 હોમ અને 7 અવે મેચ રમશે.

IPL 2023 ના ગ્રુપ

ગ્રુપ-A: મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, લખનઉ  સુપર જાયન્ટ્સ. ગ્રુપ-બી: ચેન્નાઈ સુપર કિંગ્સ, પંજાબ કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ગુજરાત ટાઇટન્સ.

 10 ટીમો 12 સ્થળો પર કુલ 70 લીગ મેચ રમશે IPL 2023 કુલ 12 સ્થળો પર રમાશે.આ વખતે ગુવાહાટી, ધર્મશાળામાં પણ IPL મેચો યોજવાની તક મળી રહી છે.આ વખતે મેચો અમદાવાદ, મોહાલી, લખનઉ, હૈદરાબાદ, બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી, કોલકાતા, જયપુર, મુંબઈ, ગુવાહાટી, ધર્મશાળાના સ્ટેડિયમમાં રમાશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code