1. Home
  2. ગુજરાતી
  3. સિનેમા જગત સાથે જોડાયેલા લોકો માટે સારા સમાચાર – હિન્દી સિનેમામાં પહેલીવાર જાહેર કરાઈ રજાઓ
સિનેમા જગત સાથે જોડાયેલા લોકો માટે સારા સમાચાર –  હિન્દી સિનેમામાં પહેલીવાર જાહેર કરાઈ  રજાઓ

સિનેમા જગત સાથે જોડાયેલા લોકો માટે સારા સમાચાર – હિન્દી સિનેમામાં પહેલીવાર જાહેર કરાઈ રજાઓ

0
Social Share
  • સિનેમા જગત સાથે જોડાયેલા લોકોને પણ મળશે રજા
  • પહેલી વાર જાહેર કરવામાં આવી આ રજાઓ

મુંબઈઃ- જે લોકો જોબ કરતા હોય છે કે અન્ય કામ કરતા હોઈ છે પમ જો એક રજા મળે તો કેવી મજા પડી જાય ,જો કે ફિલ્મ જગત સાથે જોડાયેલા લોકોને રજાઓ મળતી ન હતી જો કે હવે આ લોકો માટે એક સારાસમાચાર સામે આવ્યા છે. જી હા ફિલ્મ જગત સાથે જોડાયેલા લોકો માટે પ્રથમ વખત રજાઓ જાહેર કરવામાં આવી છે.

 સિનેમા એક એવી દુનિયા છે જ્યાં કોઈ દિવસ રજા નિશ્ચિત નથી. ફિલ્મનું શૂટિંગ દરરોજ થાય છે. દરરોજ સ્ક્રિપ્ટ લખાય છે, ફિલ્મો પર કામ ચાલુ છે. જોકે, હવે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ જાહેર રજાઓ ઉજવાશે! હિન્દી સિનેમાના ઈતિહાસમાં પહેલીવાર જાહેર રજાઓ જાહેર કરવામાં આવી છે.
ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝે વર્ષ 2023 માટે ફરજિયાત રજાઓની યાદી જાહેર કરી છે આખા વર્ષ દરમિયાન કુલ 12 રજાઓ જાહેર કરવામાં આવી છે. દર મહિને સ્ટાર્સને જાહેર રજા મળશે. આમાં, જાન્યુઆરી મહિનામાં પ્રજાસત્તાક દિવસ એટલે કે 26 જાન્યુઆરીની રજા રહેશે. તે જ સમયે, 18 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિની રજા આપવામાં આવશે. માર્ચ મહિનામાં હોળીરની રજા રહેશે. 22 એપ્રિલે રમઝાન ઈદની રજા રહેશે. 1 મેના રોજ લેબર ડેની રજા, 29 જૂને ઈદની રજા અને 29 જુલાઈએ મોહરમની રજા જાહેર કરવામાં આવી છે.
આ સહીત ઓગસ્ટ મહિનામાં સ્વતંત્રતા દિવસ એટલે કે 15મી ઓગસ્ટની રજા જાહેર કરવામાં આવી છે. અને સપ્ટેમ્બરમાં, સ્ટાર્સને ગણેશ ચતુર્થીની રજા મળશે. ઓક્ટોબરમાં દશેરા, નવેમ્બરમાં એક દિવસ દિવાળીની રજા અને ડિસેમ્બરના છેલ્લા મહિનામાં ક્રિસમસની રજા જાહેર કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code