1. Home
  2. ગુજરાતી
  3. ગૂગલે વર્ષ 2020ના છેલ્લા દિવસે બનાવ્યું શાનદાર ડૂડલ
ગૂગલે વર્ષ 2020ના છેલ્લા દિવસે બનાવ્યું શાનદાર ડૂડલ

ગૂગલે વર્ષ 2020ના છેલ્લા દિવસે બનાવ્યું શાનદાર ડૂડલ

0
Social Share
  • ગૂગલે 2020 ને આપી અનોખી રીતે વિદાય
  • વર્ષના છેલ્લા દિવસ માટે બનાવ્યું શાનદાર ડૂડલ
  • ગૂગલે પોતાનું પહેલું ઇન્ટ્રેક્ટિવ ડૂડલ Pac-Man બનાવ્યું

મુંબઈ: ગૂગલ ડૂડલ બનાવીને દરેક ખાસ પ્રસંગની ઉજવણી કરે છે. ત્યારે આજે 31 ડીસેમ્બર છે. નવા વર્ષનું સ્વાગત કરવા ગૂગલે વર્ષના છેલ્લા દિવસે New Year‘s Eve 2020નું ડૂડલ બનાવ્યું છે. ગૂગલે તેના ડૂડલને ફટાકડા અને બલ્બથી સજાવ્યું છે. ગૂગલે ડૂડલના સેંટરમાં એક ઘરની ડિઝાઇન બતાવી છે, જેમાં એક ઘડિયાળ છે. જેની નીચે 2020 લખાયેલું છે, જે બતાવે છે કે, વર્ષ 2020 હવે સમાપ્ત થઈ રહ્યું છે અને નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે.

ગૂગલે બનાવેલ આ ડૂડલ પર ક્લિક કરશો તો તમને તે આગલા પેઈજ પર લઈ જશે, જ્યાં ઉજવણીનું એનિમેશન દેખાઈ રહ્યું છે. આ ઉપરાંત તમને New Year’s Eve સંબંધિત ફેક્ટસ, આર્ટીકલ્સ અને માહિતી મળશે. ડૂડલ પર ક્લિક કરતા જ તમને શુભેચ્છાઓ સાથે નવા પેઈજ પર રિ- ડાયરેક્ટ કરવામાં આવશે. જ્યાં તમને નવું વર્ષ કેવી રીતે દુનિયાભરમાં ઉજવવામાં આવશે તે વિશેની માહિતી મળે છે. નવા વર્ષની ઉજવણીથી સંબંધિત તમામ મોટા સમાચાર અહીં જોવામાં આવશે.

ગૂગલ હંમેશાં ખાસ પ્રસંગો પર આ જ અંદાજમાં ઉજવણી કરે છે. એક રીપોર્ટ મુજબ 1998 માં ગૂગલે તેનું પહેલું ડૂડલ બનાવ્યું હતું, ત્યારબાદ છેલ્લા 22 વર્ષોમાં ગૂગલે દરેક ખાસ પ્રસંગે ડૂડલ બનાવ્યા છે. તે કોઈપણ પર્વ, તહેવાર, ખુશીનો પ્રસંગ હોય અથવા કોઈ મહાન વ્યક્તિની જન્મ અથવા પુણ્યતિથિ અથવા કોઈ ઐતિહાસિક ઘટના હોય, ગૂગલ આવા દરેક પ્રસંગને ખાસ બનાવવા માટે ડૂડલ બનાવે છે.

ગૂગલે પોતાનું પહેલું ઇન્ટ્રેક્ટિવ ડૂડલ Pac-Man બનાવ્યું હતું. વર્ષ 2019 સુધીમાં ગૂગલે 4,000 થી વધુ રીઝનલ અને ઇન્ટરનેશનલ ડૂડલ બનાવ્યા છે. 2014 પહેલાં આ સંખ્યા 2 હજારથી વધુ હતી. આપણે બધા આ વાતથી સારી રીતે વાકેફ છીએ કે, ગૂગલ હાલમાં દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જિન છે. જેનો ઉપયોગ દુનિયાના મોટા ભાગના દેશોમાં થાય છે.

-દેવાંશી

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code