1. Home
  2. ગુજરાતી
  3. વર્ષ 2021 સારવારની આશા લઈને આવી રહ્યું છેઃ પીએમ મોદી
વર્ષ 2021 સારવારની આશા લઈને આવી રહ્યું છેઃ પીએમ મોદી

વર્ષ 2021 સારવારની આશા લઈને આવી રહ્યું છેઃ પીએમ મોદી

0
Social Share

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજકોટ એઈમ્સનું શિલાન્યાસ કર્યું હતું. આ પ્રસંગ્રે  પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતી ભાષામાં ગુજરાતની જંનતાને ઠંડીને લઈને હાલચાલ પૂછ્યાં હતા. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, નવુ વર્ષ દસ્તક આપી રહ્યું છે. આજે દેશમાં મેડિકલ ઈન્ફ્રાસ્ટકરને મજબુત કરનારી વધુ એક કડી જોડાઈ રહી છે. વર્ષ 2020 સમગ્ર દુનિયા માટે આરોગ્યને લઈને મહત્વનું રહ્યું છે. આરોગ્યને અસર થાય તો જીવનને અસર થાય છે. વર્ષનો છેલ્લો દિવસ ભારતના લાખો ડોકટર, સફાઈ કર્મચારી, આરોગ્ય કર્મચારીઓ અને ફન્ટલાઈન કોરોના વોરિયર્સને યાદ કરવાનો છે. તેમને પોતાનું જીવન દાન લગાવીને લોકોની સેવા કરી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના મહામારીને લઈને ‘રસી અને તકેદારી’નો મંત્ર દેશવાસીઓને આપ્યો હતો.

પીએમ નરેન્દ્ર મોદીએ સભાનું સંબોધન કરતા પહેલા ગુજરાતની જંનતાને ઠંડીને લઈને હાલચાલ પૂછ્યાં હતા. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, નવુ વર્ષ દસ્તક આપી રહ્યું છે. આજે દેશમાં મેડિકલ ઈન્ફ્રાસ્ટકરને મજબુત કરનારી વધુ એક કડી જોડાઈ રહી છે. વર્ષ 2020 સમગ્ર દુનિયા માટે આરોગ્યને લઈને મહત્વનું રહ્યું છે. આરોગ્યને અસર થાય તો જીવનને અસર થાય છે. વર્ષનો છેલ્લો દિવસ ભારતના લાખો ડોકટર, સફાઈ કર્મચારી, આરોગ્ય કર્મચારીઓ અને ફન્ટલાઈન કોરોના વોરિયર્સને યાદ કરવાનો છે. તેમને પોતાનું જીવન દાન લગાવીને લોકોની સેવા કરી રહ્યાં છે.

ભારતે એકતાની સાથે સમયઅનુસાર પગલા ભર્યા જેના કારણે આપણે કોરોના મહામારી વચ્ચે સારી સ્થિતિમાં છે. દેશમાં 130 કરોડ લોકો છે ત્યારે એક કરોડ લોકો કોરોના સામે લડીને જીતી ચુક્યાં છે. કોરોનાથી બચાવવાનો ભારતનો રેકોર્ડ  સૌથી સારો રહ્યો છે. તેમજ સંક્રમણ પણ ઘટી રહ્યું છે. વર્ષ 2020માં સંક્રમણની નિરાશા, ચિંતા હતી. જો કે, 2021 સારવારની આશા લઈને આવી રહ્યું છે. રસીને લઈને ભારતમાં તમામ પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે. ભારતમાં બનેલી રસી દરેક વર્ગ સુધી પહોંચે તેવા પ્રયાસો ચાલી રહ્યું છે. દુનિયાનું સૌથી મોટુ રસીકરણ અભિયાન ચલાવવા માટે સરકાર કામગીરી કરી છે. રસીકરણને સફળ બનાવવા માટે સમગ્ર ભારત એકતા સાથે આગળ વધશે. ગુજરાતમાં પણ સંક્રમણને રોકવા પ્રસંનીય કામગીરી થઈ છે. એઈમ્સ રાજકોટ ગુજરાત હેલ્થ નેટવર્કને વધારે મજબુત કરશે. ગંભીર બીમારીની રાજકોટમાં સારવારની સુવિધાઓ ઉભી થઈ રહી છે. નવી હોસ્પિટલમાં નવા 5 હજાર લોકોને સીધી રોજગારી મળશે. તેમજ અનેક અપ્રત્યક્ષ રોજગારી ઉભી થશે. છ વર્ષમાં સમગ્ર દેશમાં મેડિકલ સ્ટેલ ઉપર કરવામાં આવેલા કામનો લાભ ગુજરાતને મળી રહ્યો છે. મોટા હોસ્પિટલોની સ્થિતિ

આઝાદી બાદ માત્ર છ એઈમ્સ હતા. અટજીની સરકારમાં નવા છ એઈમ્સની કામગીરી કરી હતી. છ વર્ષમાં 10 નવા એઈમ્સ બનાવવાની કામગીરી ચાલી રહી છે. 2014 પહેલા આરોગ્ય વિભાગ અલગ-અલગ દિશામાં કામગીરી કરતું હતું. અમે આરોગ્ય વિભાગમાં કામ શરૂ કર્યું હતું. અમે સારવારની આધુનિક સુવિધા ઉભી કરી હતી. ગરીબ દર્દીઓની યોગ્ય સારવારની સાથે તબીબોની સંખ્યા વધે તેવા પણ પ્રયાસ કરાયા છે. આયુષ્યમાન ભારત યોજનાથી ગરીબોના રૂ. 30 હજાર કરોડ બચ્યાં છે. યોજનાએ ગરીબોને આર્થિક મુશ્કેલી દૂર કરી છે. અનેક ગંભીર બીમારીની સારવાર ગબીરોએ સારી હોસ્પિટલમાં ફીમાં કરાઈ છે. દેશમાં 7 હજાર જન ઓષધી કેન્દ્ર ગરીબોને ઓછી કિંમતમાં દવાઓ ઉપલ્બધ કરાવે છે. 3.5 લાખથી વધારે ગરીબ દર્દી દરરોજ આ કેન્દ્રનો લાભ લઈ રહ્યાં છે. આ સેવાથી ગરીબોના દર વર્ષે સરેરાશ 3600 કરોડની બચત થાય છે. ગરીબ અને મધ્યવર્ગમાં બીમારીની સારવારનો ખર્ચ ચિંતાનો વિષય રહ્યો છે. જેથી અનેક ગરીબ દર્દીઓ સારવાર કરાવતા ન હતા. પૈસા ન હોવાથી ગરીબ દોરા-ધાગા તરફ વળે છે. જે વ્યવહાર પૈસાની અછતના કારણે બદલાય છે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ મોટી સંખ્યામાં ગરીબો સારવાર કરાવી રહ્યાં છે. આજે આરોગ્યને લઈને એક સતર્કતા અને ગંભીરતા આવી છે. આ માત્ર શહેરો પુરતુ મર્યાદીત નથી રહ્યું, છેવાળા ગામમાં પણ સતર્કતા જોવા મળે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code