ઓડિશા ટ્રેન અકસ્માત બાદ ‘કવચ’ને લઈને ઉઠ્યા સવાલ, 2024 સુધી તમામ ટ્રેનોમાં ‘કવચ’ સ્થાપિત કરાશે
- ઓડિશા ટ્રેન એકસ્માત બાદ સરકાર એલર્ટ
- 2024 સુધી તમામ ટ્રેનોમાં સુરક્ષા કવચ સ્થાપિત કરાશે
ઓડિશાના બાલાસોરમાં શુર્કવારની સાંજે ત્રિપલ ટ્રેન અકસ્માત સર્જાયો હતો જેમાં 288 લોકોના મોત થયા છે તો 100ૃ જેટલા લોકો ઘાયલ થયા છે આ આકસ્માત બાદ રેલ્વેની સુરક્ષાને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે ત્યારે હવે કેન્દ્ર પણ સતર્ક બની છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ, કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડીઓ સાથે ત્રણ માર્ગીય અકસ્માત ઓડિશાના બાલાસોર જિલ્લામાં બહાનાગા બજાર સ્ટેશન પર ત્રણ અલગ-અલગ ટ્રેક પર થયો હતો,બંને ટ્રેનોના 17 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને તેને ભારે નુકસાન થયું હતું. ત્યાર બાદ આ સુરક્ષા કવચ પર સવાલ ઊભા થયા.
ટ્રેન અથડામણ ટાળવાની સિસ્ટમ (TCAS) અથવા કવચ, જે ગયા વર્ષે ટ્રાયલ માટે શરૂ કરવામાં આવી હતી, તે આવતા વર્ષે ટ્રેનોમાં સ્થાપિત થવાની સંભાવના સેવાઈ રહી છે, રેલ્વે મંત્રાલયના પ્રવક્તા અમિતાભ શર્માએ વિતેલા દિવસે માહિતી આપી હતી.
આ સહીત વધુમાં, રેલ્વે પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ ટેક્નોલોજી સમગ્ર દેશમાં રજૂ કરવામાં આવી છે અને ઘણી રેલ્વે લાઈનોમાં ઉપયોગ માટે તેને મંજૂરી પણ આપવામાં આવી છે.તેમણે કહ્યું કે ટ્રેન અથડામણ ટાળવાની સિસ્ટમ (TCAS) અથવા કવચનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ટેક્નોલોજી ટ્રેનોને જ્યારે તે જ ટ્રેક પર આવે છે ત્યારે તે આપોઆપ બ્રેક લગાવવામાં સક્ષમ બનાવે છે. આ ટેક્નોલોજી 2024 સુધીમાં ટ્રેનોમાં લગાવવામાં આવે તેવી શક્યતા છે.
જાણો શું છે આ કવચ
- ભારતીય રેલ્વેએ દોડતી ટ્રેનોની સલામતી વધારવા માટે રચાયેલ ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન (ATP) સિસ્ટમને ‘કવચ’ નામ આપ્યું છે.
- કવચ એ ભારતીય ઉદ્યોગ સાથે મળીને રિસર્ચ ડિઝાઇન્સ એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન (RDSO) દ્વારા સ્વદેશી રીતે વિકસિત ATP (એન્ટી ટ્રેન પ્રોટેક્શન) સિસ્ટમ છે.
- માર્ચ 2022 માં દક્ષિણ મધ્ય રેલવે દ્વારા ભારતીય રેલ્વેમાં ટ્રેન સંચાલનમાં સલામતીના ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
- આ સંપૂર્ણ સલામતી સ્તર-4 ધોરણો સાથેની આધુનિક ઈલેક્ટ્રોનિક સિસ્ટમ છે.