તાત્કાલિક અસર કરતી 14 દવાઓ પર કેન્દ્રએ લગાવ્યો પ્રતિબંધ, જેમાં શરદી, ખાસી, તાવની દવાઓનો સમાવેશ
- કેન્દ્રએ 14 દવાઓ પર મૂક્યો પ્રતિબંધ
- આ દવાઓ તાત્કાલિક અસરથી રાહત આપતી હતી
દિલ્હીઃ- કેન્દ્ર સરકાર છેલ્લા ઘણા સમયથી દર્દીઓને નુકશાન પહોંચે તેવી દવાઓ સામે એક્શન લઈ રહી છે ત્યારે આજ શ્રેણીમાં સરકારે હવે 14 જેટલી તાત્કાલિક અસરથી પીડામાં રાહત આપતી દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે સરકારે 14 FDC દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે જેમાં નાઇમસુલાઇડ અને દ્રાવ્ય પેરાસિટામોલ ગોળીઓ અને ક્લોફેનિરામાઇન મેલેટ અને કોડીન સિરપનો સમાવેશ થાય છે.સરકારનું દવાઓ બાબતે કહેવું છે કે આ દવાઓનું કોઈ તબીબી સમર્થન નથી અને તે લોકો માટે જોખની સાબિત થી શકે છે.
આ બબાતને લીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે ‘ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન’ (FDC) ધરાવતી આ દવાઓ પર પ્રતિબંધ મૂકવાની સૂચના જારી કરી હતી.ઉલ્લેખનીય છે કે આ દવાઓ ઝડપથી રાહત આપે છે પરંતુ તેનાથી નુકસાન થવાનું જોખમ રહેલું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે નિષ્ણાત સમિતિના અભિપ્રાય પર આ નિર્ણય લીધો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ દવાઓ પર પ્રતિબંધ મૂકતું નોટિફિકેશન બહાર પાડ્યું છે. સરકાર દ્વારા રચવામાં આવેલી નિષ્ણાત સલાહકાર સમિતિએ ગયા વર્ષે એપ્રિલમાં પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે આ દવાઓ માટે કોઈ તબીબી સમર્થન નથી. જે દવાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે .
આ દવાઓ વ્યક્તિને ખરાબ રીતે અસર કરી શકે છે જેને જોતા વ્યાપક જાહેર હિતમાં, ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940ની કલમ 26A હેઠળ તેના પર પ્રતિબંધ મબકવો જરૂરી છે. આ FDC ના ઉત્પાદન, વેચાણ અથવા વિતરણ પર પ્રતિબંધ મૂક્યો છે.
પ્રતિબંધ કરાયેલી દવાઓમાંસામાન્ય ચેપ, ઉધરસ અને તાવની સારવાર માટે વપરાતી સંયોજન દવાઓનો સમાવેશ થાય છે. આમાં નાઇમસુલાઇડ અને પેરાસીટામોલ દ્રાવ્ય ગોળીઓ, ક્લોરફેનિરામાઇન મેલેટ,કોડીન સીરપ, ફોલકોડીન,પ્રોમેથાઝીન, એમોક્સિસિલિન બ્રોમહેક્સિન અને બ્રોમહેક્સિન,ડેક્સ્ટ્રોમેથોર્ફાન, એમોનિયમ ક્લોરાઇડ, મેન્થોલ, પેરાસિટામોલ, બ્રોમહેક્સિન , સેલ્બ્યુફેનિરામાઇન, સેલ્બ્યુફેનિરામાઇન વગેરેનો સમાવેશ થાય છે.
FDC દવાો એટલે શું?
E દવાઓ એવી છે કે જેમાં નિશ્ચિત પ્રમાણમાં બે અથવા વધુ સક્રિય ઔષધીય ઘટકોનું મિશ્રણ હોય છે. વર્ષ 2016માં સરકારે 344 દવાઓના કોમ્બિનેશનના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ પર રચાયેલ નિષ્ણાત સમિતિએ કહ્યું કે સંબંધિત દવાઓ વૈજ્ઞાનિક ડેટા વિના દર્દીઓને વેચવામાં આવી રહી છે તે પછી આ જાહેરાત કરવામાં આવી છે.