1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સરકાર હસ્તકની યુનિ. સંલગ્ન ડિગ્રી ઈજનેરી કોલેજો વાર્ષિક રૂ.1.90 લાખથી વધુ ફી નહીં લઈ શકેઃ AICTE
સરકાર હસ્તકની યુનિ. સંલગ્ન ડિગ્રી ઈજનેરી કોલેજો વાર્ષિક રૂ.1.90 લાખથી વધુ ફી નહીં લઈ શકેઃ AICTE

સરકાર હસ્તકની યુનિ. સંલગ્ન ડિગ્રી ઈજનેરી કોલેજો વાર્ષિક રૂ.1.90 લાખથી વધુ ફી નહીં લઈ શકેઃ AICTE

0
Social Share

અમદાવાદઃ ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા દેશની તમામ યુનિવર્સિટીઓ સંલગ્ન ટેક્નિકલ કોલેજોની મહત્તમ અને લઘુતમ ફીનું માળખું નક્કી કરવામાં આવ્યું છે. AICTE દ્વારા કોલેજો માટે નક્કી કરેલુ ફી માળખું પાંચ વર્ષ માટે અમલમાં રહેશે, જેમાં દરવર્ષે 5 ટકાનો વધારો થઈ શકશે. આમ, કોલેજો કોલેજોની ફીમાં દરવર્ષે 5 ટકાનો જ વધારો કરી શકશે. યુજી ઈજનેરી કોલેજો માટે વાર્ષિક લઘુતમ ફી રૂ. 79600 અને મહત્તમ ફી રૂ. 189800 નક્કી કરવામાં આવી છે. જ્યારે ડિપ્લોમા ઈજનેરીમાં વાર્ષિક લઘુતમ ફી રૂ. 67900 અને મહત્તમ રૂ. 140900 નક્કી કરવામાં આવી છે. કોલેજોના સંચાલકો એઆઈસીટીઈ દ્વારા નક્કી કરેલી ફી કરતા વધુ ફી લઈ શકશે નહીં.

સૂત્રોના જણાવ્યા મુજબ , AICTE દ્વારા વેબસાઈટ પર કોલેજોનું ફી માળખું જાહેર કરાયું છે. AICTE દ્વારા કોલેજો માટે નક્કી કરેયેલું ફી માળખું તમામ રાજ્યના ટેક્નિકલ શિક્ષણના અગ્રસચિવ અને ફી રેગ્યુલેટરી કમિટીઓને પણ મોકલી આપ્યું છે. દરેક રાજ્યોને તેનો અમલ કરવા માટે પણ જણાવાયું હોવાનું જાણવા મળે છે. AICTE દ્વારા કોલેજોની લઘુતમ ફી નક્કી કરાઈ છે તેના કરતા ઓછી ફી લેવામાં આવે તો શિક્ષણની ગુણવત્તા પર અસર પડી શકે છે. જ્યારે મહત્તમ ફી કરતા વધુ ફી લેવામાં આવે તો કોલેજો નફાખોરી તરફ વળી રહી હોવાનું માનવામાં આવશે. જો, કોલેજો AICTE દ્વારા નક્કી કરવામાં આવેલી લઘુતમ ફી કરતા ઓછી ફી લેવા માંગતી હોય તો લઈ શકે છે પરંતુ તેમણે ફંડ મેળવી શિક્ષણની ગુણવત્તા જળવાય તે તરફ ખાસ ધ્યાન આપવાનું રહેશે. AICTE દ્વારા નક્કી કરાયેલું ફી માળખું એક રીતે જોઈએ તો તમામ કોલેજો માટે ફરજિયાત બની રહેશે. જોકે, ખાનગી યુનિવિર્સિટીઓને આ ફી માળખું લાગુ પડશે નહીં. હાલ આ મુદ્દો દિલ્હી હાઈકોર્ટમાં છે અને AICTE દ્વારા કોર્ટમાં ફી માળખું મુકવામાં આવશે. ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા જે નિર્ણય લેવાશે તેની પર અમલ કરાશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, AICTE દ્વારા કોલેજો માટે નક્કી કરવામાં આવેલી ફી માળખા પર નજર કરીએ તો ડિગ્રી ઈજનેરી કોલેજોમાં વાર્ષિક ફી રૂ. 79600થી રૂ. 189800 જેટલી રહેશે. જ્યારે ડિપ્લોમા ઈજનેરી કોલેજોમાં વાર્ષિક ફી રૂ. 67900થી રૂ. 140900 જેટલી રહેશે. પીજી ઈજનેરીની ફી રૂ. 141200થી રૂ. 304000 જેટલી રહેશે. એમસીએ કોલેજો માટે ફી રૂ. 88500થી રૂ. 194100 અને એમબીએ કોલેજોમાં રૂ. 85000થી 195200 જેટલી ફી રાખવાનું નક્કી કરાયું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code