1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજધાનીમાં કોરોનાના વધતા કહેરને જોતા સરકારે નવી ગાઈડ લાઈન જારી કરી – લગ્ન સમારોહ અને અંતિમ સંસ્કાર માટે મર્યાદીત સંખ્યા નક્કી કરાઈ
રાજધાનીમાં કોરોનાના વધતા કહેરને જોતા સરકારે નવી ગાઈડ લાઈન જારી કરી – લગ્ન સમારોહ અને અંતિમ સંસ્કાર માટે મર્યાદીત સંખ્યા નક્કી કરાઈ

રાજધાનીમાં કોરોનાના વધતા કહેરને જોતા સરકારે નવી ગાઈડ લાઈન જારી કરી – લગ્ન સમારોહ અને અંતિમ સંસ્કાર માટે મર્યાદીત સંખ્યા નક્કી કરાઈ

0
Social Share
  • દિલ્હી સરકારે નવી ગાઈડ લાઈન જારી કરી
  • નવા આદેશો 30 એપ્રિલ સુધી અમલી રહેશે
  • જાહેર સમારોહ પર પ્રતિૂંદલગાવાયો
  • લગ્નમાં 50 અને અંતિમ ક્રિયામાં 20 લોકોને મંજૂરી

દિલ્હી – સમગ્ર દેશમાં હાલ કોરોનાએ ગતિ પકડી છે, ખૂબ જ ઝડપથી કેસોની સંખ્યા વધતી જોવા મળી રહી છે. ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં પણ હવે કોરોનાનો રાફળો ફાટ્યો છે, દિલ્હીમાં કોરોનાની સ્થિતિ જોતા સરકારે નવી ગાઈડ લાઈન જારી કરવાની ફરજ પડી છે.

દિલ્હીની કેજરીવાલ સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. આ ગાઈડ લાઈન પ્રમાણે જાહેર કાર્યક્રમો પર સખ્ત પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે,આ ,સાથે જ રેસ્ટોરન્ટ, સિનેમાઘર, જાહેર પરિવહન સેવા તથા લગ્ન કે અંતિમ ક્રિયા જેવી ઘટનાઓમાં ખૂબ જ મર્યાદિત લોકોને હાજર રહેવાની સુચના આપવામાં આવી છે.

દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જારી કરેલા આદેશમાં જમઆવાયું છે કે, નવા નિયમ રાત્રી કર્ફ્યૂની સાથે 30 એપ્રિલ સુધી  અમલમાં રહેશે,આ આદેશ પ્રમાણે દિલ્હીમાં તમામ સામાજીક, રાજકીય, રમત ગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સમારહો પર પ્રતિબંધ  મૂકવામાં આવ્યો છે.

  • રેસ્ટોરન્ટ, સિનેમાહોલ અને બસો 50 ટકા ક્ષમતાની સાથે ચાલશે.
  • રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાલ લેનારા ખેલાડીઓની તાલીમને છોડીને સ્વિમિંગ પૂલ બંધ રહેશે.
  • સ્ટેડિયમમાં દર્શકો હશે નહીં. ગ્રેડ-1થી નીચે તમામ સરકારી કર્મચારીઓ ઘરેથી કામ કરશે.
  •  ખાનગી કાર્યાલયોમાં કામના કલાકો ઓછા કરવા અને ઘરેથી કામ કરવાની સલાહ
  • હવાઈ યાત્રીકોએ 72 કલાક અંદરનો આરટીપીસીઆર રિપોર્ટ આપવો પડશે,
  • હવાઈ યાત્રા માટે સરકારી અધિકારીઓને છૂટ આપવામાં આવી છે જો તે એસિમ્પ્ટોમેટિક છે.
  • તમામ સામાજિક, રાજકીય, રમતો, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક મેળાવડા પર પ્રતિબંધ છે
  •  20 લોકોને અંતિમ વિધિમાં ભાગ લેવાની મંજૂરી છે, લગ્નોમાં મહત્તમ 50 લોકોને મંજૂરી
  • સાહિન-
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code