
ભારતીય વાયુસેના દિવસ પર ચંગદિગઢમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન – એર-શોની ગર્જના દુશ્મન દેશોની સીમા પર સંભળાશે
- આજે વાયુસેના દિવસ પર ચંદિગઢ ખાતે એર શઓ યોજાશે
- આ સહીત અનેક કાર્યક્રનું આયોજન કરવામાં આવ્યું
દિલ્હીઃ- આજે ભારતીય વાયુસેના તેના 90મા વાયુસેના દિવસની ઉજવણી કરી રહી છે. જો કે મહત્વની વાત એ છે કે આ પ્રથમ વખત એરબેઝની બહાર પહેલીવાર ચંદીગઢના પ્રખ્યાત સુખના તળાવના આકાશમાં એરફોર્સ પોતાનું શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ એરશોની ગર્જનાચીનની સરહદોથી લઈને પાકિસ્તાન સુધી સંભળાશે. આ દરમિયાન દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહેશે. આજે, ચંદીગઢમાં સુખના લેક સંકુલમાં એરફોર્સ ડે ફ્લાયપાસ્ટમાં લગભગ 80 લશ્કરી વિમાન અને હેલિકોપ્ટર ભાગ લેશે. એર શો એરક્રાફ્ટની શ્રેણી સાથે શાનદાર પ્રદર્શન કરશે.
આ વર્ષે એરફોર્સ ડેને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. જો આજની વાત કરીએ તો આજે સવારે ચંદીગઢ એરબેઝ પર પરેડનું આયોજન કરવામાં આવ્યું છ. આ દરમિયાન એર ચીફ માર્શલ વીઆર ચૌધરી પરેડની સલામી લેશે અને એરમેનને સંબોધિત કરશે. આ દરમિયાન એરબેઝ પર હેલિકોપ્ટરના બે ફોર્મેશનનો ફ્લાય પાસ્ટ પણ થશે
એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર MK-4 પરેડ કાર્યક્રમમાં રુદ્ર સ્ટ્રક્ચરમાંથી પસાર થશે. આ ઇવેન્ટમાં મિકેનિકલ ટ્રાન્સપોર્ટ ટીમ દ્વારા ટૂંકા સમયમાં વાહનને તોડી પાડવાનું અને ફરીથી એસેમ્બલીનું પ્રદર્શન જોવા મળશે, ત્યારબાદ એર વોરિયર ડ્રિલ ટીમ દ્વારા નિદર્શન કરવામાં આવશે. બાદમાં સુખના તળાવ પર ફ્લાય પાસ્ટનું આયોજન કરવામાં આવશે.આ સહીત આજના ખાસ દિવસે એરમેનને વીરતા મેડલ એનાયત કરવામાં આવશે. આ ખાસ અવસર પર એરફોર્સ ચીફ એરફોર્સના નવા કોમ્બેટ યુનિફોર્મનું પણ વિમોચન કરનાર છે.