1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમીરગઢના નજીક પુરફાટ ઝડપે આવેલી કારે અડફેટે લેતા દાદા અને પૌત્રનું મોત, એકને ગંભીર ઈજા
અમીરગઢના નજીક પુરફાટ ઝડપે આવેલી કારે અડફેટે લેતા દાદા અને પૌત્રનું મોત, એકને ગંભીર ઈજા

અમીરગઢના નજીક પુરફાટ ઝડપે આવેલી કારે અડફેટે લેતા દાદા અને પૌત્રનું મોત, એકને ગંભીર ઈજા

0
Social Share

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં રોડ અકસ્માતો વધતા જાય છે. નેશનલ હાઈવે પર બેફામ ગતિથી દોડતા વાહનોથી વધુ અકસ્માતો સર્જાય રહ્યા છે. જિલ્લાના અમીરગઢ નજીક રામજિયાણી પાટિયા પાસે દાદા તેના બે પૌત્ર સાથે રોડ સાઈડ પર ઊભા હતા ત્યારે પુરફટ ઝડપે આવેલી કારે અડફેટે લેતા દાદા અને તેના એક પૌત્રનું મોત નિપજ્યું હતું. જ્યારે એક પૌત્રને ગંભીર ઈજા થઈ હતી. હીટ એન્ડ રનના આ બનાવની પોલીસે તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઈ છે.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે,  બનાસકાંઠાના અમીરગઢના રામજિયાણી પાટિયા પાસેના.. જ્યાં દાદા અને બે પૌત્ર દૂધ ભરાવા જતા હતા. ત્યારે પૂરઝડપે આવતી એક કારે ત્રણેયને ઉછાળતાં દાદા અને એક પૌત્રનું મોત થયું છે, જ્યારે એક પૌત્ર હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઇ રહ્યો છે. રાજસ્થાન તરફથી પૂરઝડપે આવી રહેલી એક કારે દાદા અને બંને પૌત્રને ટક્કર મારી હતી. ટક્કર મારતાંની સાથે જ ત્રણેયને ગંભીર ઇજાઓ પહોંચતાં બેનાં મોત નીપજ્યાં હતાં અને એક બાળક ગંભીર રીતે ઘવાતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયું હતું.  બનાવના પગલે આજુબાજુના લોકો ઘટનાસ્થળ પર દોડી પહોંચી પોલીસને જાણ કરી હતી. પોલીસે તત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ ધરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પોલીસે સીસીટીવીના કૂટેજ મેળવીને અકસ્માત બાદ પલાયન થઈ ગયેલી કારની શોધખોળ આદરી છે. કાર રાજસ્થાન તરફથી આવી હતી અને  અકસ્માત સર્જીને અમદાવાદ તરફ પલાયન થઈ હતી. આ અકસ્માતમાં પશુપાલક મૃતકના પરિવારમાં ભારે ગમગીની વ્યાપી ગઈ હતી.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code