1. Home
  2. ગુજરાતી
  3. ‘ઘ કાશ્મીર ફાઈલ્સ’નું બોક્સ ઓફીસ પર શાનદાર કલેક્શન – ભારતમાં આ ફિલ્મે 250 કરોડની કમાણી કરી
‘ઘ કાશ્મીર ફાઈલ્સ’નું બોક્સ ઓફીસ પર શાનદાર કલેક્શન – ભારતમાં આ ફિલ્મે 250 કરોડની કમાણી કરી

‘ઘ કાશ્મીર ફાઈલ્સ’નું બોક્સ ઓફીસ પર શાનદાર કલેક્શન – ભારતમાં આ ફિલ્મે 250 કરોડની કમાણી કરી

0
Social Share
  • કાશ્મીર ફાઈલ્સને બોક્સ ઓફીસ પર મળી સફળતા
  • 250 કરોડની કમાણી કરનારી ફિલ્મ બની

મુંબઈઃ- ઘ કાશ્મીર ફાઈલ્સ કે જે કાશ્નમીરી પંડિતોના દર્દીની કહાનિ વર્ણવે છે આ ફિલ્મના પીએમ મોદીથી લઈને અનેક નેતાઓ, સેલિબ્રિટીઓ એ વખાણ કર્યા છે ત્યારે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ શાનદાર કમાણી કરી છે.

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ ત્યારછી જ ચર્ચામાં છે ,આ સાથે જ રિલીઝ થયાના યગમા દિવસો બાદ પણ આ  ફિલ્મે બોક્સ ઓફિસ પર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. 11 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મ આજે પણ સિનેમાઘરોમાં આકર્ષણનું કેન્દ્ર છે.

આ ફિલ્મમાં અનુપમ ખેર, દર્શન કુમાર, મિથુન ચક્રવર્તી અને પલ્લવી જોશી જેવા બોલિવૂડના અનુભવી કલાકારો છે. રિલીઝના 26 દિવસ પછી પણ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ દર્શકોને સિનેમાઘરો લાવી રહી છે. આ ફિલ્મે હવે ભારતમાં 250 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે.

‘ધ કાશ્મીર ફાઇલ્સ’, ‘બચ્ચન પાંડે’ અને ‘આરઆરઆર’ જેવી મોટી ફિલ્મો રિલીઝ થવા છતાં, તે બોક્સ ઓફિસ પર હાલ પણ ટકી રહી છે. તે રિલીઝના 26 દિવસ પછી ભારતમાં રૂ. 250 કરોડનો આંકડો પાર કરવામાં સફળ રહી. ફિલ્મે મંગળવારે એટલે કે 5 એપ્રિલે 7 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code