
ખાલી પેટે સવારે લીલા ઘાણાને પીસીને તેનો રસ પીવામાં આવે તો થાય છે આરોગ્યને આટલા ફાયદાઓ
લીલા શાકભાજીના અનેક ગુણો છે, શાકભાજીમાંથી શરીરને પુરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે,જેમાં એક છે લીલાઘાણા કે જેને આપણે કોથમીર તરીકે પણ ઓળખીયે છીએ, આપણે ત્યાં સદીઓથી ભોજનમાં અને ઓષધિ તરીકે લીલા ધાણાને ઉપયોગમાં લેવાય છે, લીલા ઘાણાને પીસીને તેનો રસ જો સવારે ખાલી પેટે પીવામાં આવે તો ઘણી રીતે આપણા આરોગ્યને તે ફાયદો કરે છે,આંખની રોશની તેજ થાય છે તો સાથે જ એસિડિટી જેવી બીમારીમાં રાહત મળે છે, તો ચાલો જાણીએ કોથમીરના રસ પીવાના અનેક ફાયદાઓ વિશે
કોથમીરના નાનાં, કૂણાં પાનમાં પોષક તત્ત્વોનો ભંડાર સમાયેલો હોય છે.કોથમીરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, વિટામિન એ, વિટામિન – બી, વિટામિન – સી, વિટામિન – ઈ અને વિટામિન કે રહેલાં છે.
આ સહીત કોથમીરમાં ઝિંક,આયર્ન, ફોસ્ફરસ, મેંગેનિઝ જેવાં ખનિજો પણ સમાયેલા હોય છે.એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર કોથમીરમાં સારા એવા પ્રમાણમાં ફાઈબર અને પાણી રહેલાં છે, જે ભોજનને સુપાચ્ય બનાવે છે.
કોથમીર અનેક શારીરિક તકલીફોમાં રાહત આપે છે.અપચો, એસિડિટી, ગેસ જેવી પેટની તકલીફોમાં કોથમીરનો રસ અથવા ધાણા, જીરુ અને વરિયાળીનું શરબત બનાવીને પીવાથી રાહત થાય છે.
યુરિન ઈન્ફેક્શન, વધુ પડતો માસિક સ્ત્રાવ, હીટ સ્ટ્રોક જેવી તકલીફોમાં કોથમીરના પાનનો રસ ફાયદો કરાવે છે.કોથમીર શરીરમાંથી ઝેરી તત્ત્વો દૂર કરે છે.કોથમીરનું સેવન સાંધાના દુખાવા તેમ જ સાંધાની તકલીફોમાં પણ રાહત આપે છે.
કોથમીર ખાવાથી તરક્તમાંથી કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટે છે.આંખોમાં બે- ત્રણ ટીપાં કોથમીરનો તાજો રસ નાખવાથી આંખોની બળતરા, ખંજવાળ વગેરે દૂર થાય છે.કોથમીરના બીજ એટલે કે ધાણા એન્ટી બક્ટેરિયલ, એન્ટી ફંગલ ગુણધર્મ ધરાવે છે.તે શરદી- ઉધરસ, કફ જેવી સમસ્યામાં રાહત આપેછે.