
ભાવનગરઃ શહેરમાં જીએસટી ચોરીનું રેકેટ પકડાયા બાદ હવે જીએસટીના અધિકારીઓ દ્વારા જીએસટી ચોરી સામે વધુ તકેદારી રાખવામાં આવી રહી છે. સાથોસાથ નાણાકીય વ્યવહારો પર પણ બાજ નઝર રાખવામાં આવી રહી છે. જે અંતર્ગત જીએસટીની ટીમે બોગસ બીલ સાથે અથવા બીલ વિના માલ-સામાન લઈ જતી ટ્રકો સામે ઝૂંબેશ હાથ ધરી હતી. ચેકિંગ દરમિયાન બે ટ્રકમાં માલ-સામાનના બીલો કે ચલણ હતા નહીં આથી એક લોડિંગ ટ્રક તથા આઈસર ટેમ્પો ટાંચમા લઈ તેમાં રહેલ સામાન તથા પેઢી ધારક વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તાર તેમજ અન્ય એક ટ્રક હાઇવે ઉપર મળી આવતા જરૂરી કાગળો તેમજ ઇ વે બિલ માંગતા જે ડ્રાઇવર દ્વારા રજૂ ન કરાતા બન્ને ટ્રકને બહુમાળી ભવન ખાતે આવેલી જીએસટી કચેરીના ગ્રાઉન્ડમાં મુકવામાં આવી હતી અને માલ મોકલનારા માલિક તેમજ ટ્રકના ડ્રાઇવર પાસેથી પ્રાથમિક વિગતો મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે ભાવનગરમાં મહિના પહેલા જીએસટી ચારીનું કૌભાંડ પકડાયું હતું, ત્યારે બાદ તાજેતરમાં મહારાષ્ટ્રથી તપાસ માટે આવેલા જીએસટી અધિકારી પર હુમલાનો બનાવ પણ બન્યો હતો. આ મામલે પોલીસે ચાર શખસોને દબોચી લીધા હતા. ભાવનગરમાં જીએસટી ચોરી સામે સ્ટેટ જીએસટી સહિત તંત્ર એલર્ટ બન્યું છે. અને હાઈવે પર ટ્રકો ઊભી રખાવીને એમાં ભરેલા માલ-સામાનનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. માલ-સામાનના બીલ જીએસટીના નંબર સાથે ન હોય તેવા ટ્રક સાથે માલ-સામાનને સીઝ કરવામાં આવે છે. શહેરના કુંભારવાડા વિસ્તાર તેમજ અન્ય એક ટ્રક હાઇવે ઉપર મળી આવતા જરૂરી કાગળો તેમજ ઇ વે બિલ માંગતા જે ડ્રાઇવર દ્વારા રજૂ ન કરાતા બન્ને ટ્રકને બહુમાળી ભવન ખાતે આવેલી જીએસટી કચેરીના ગ્રાઉન્ડમાં મુકવામાં આવી હતી અને માલ મોકલનારા માલિક તેમજ ટ્રકના ડ્રાઇવર પાસેથી પ્રાથમિક વિગતો મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.