
ગુજરાતના આપ પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલિયાની દિલ્હી પોલીસ ધરકપડ કરી – પીએમ મોદી પર ટિપ્પણી કરવાનો મામલો
- ગુજરાતના આપ પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાની મુશ્કેલી વધી
- દિલ્હી પોલીસે ગોપાલ ઈટાલિયાની કરી ધરપકડ
દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી આમ આદમી પોતાની પાર્ટીને મજબૂત બનાવવા માટે અનેક પ્રયત્ન કરી રહી છે, જો કે હવે આપના નેતાઓની મુશ્કેલીઓ જાણે વધતી જતી જોવા મળી રહી છે, અનેક નેતાઓ પર ઈડીના દરોડા બાદ દિલ્હી પોલીસ આપ પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની અટકાયત કરી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે તેઓની ઘરપકડ એટલા માટે કરવામાં આવી છે કે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે વાંધાજનક ટિપ્પણી કરી હતી આ મામલે ઈટાલિયાનો વિડિયો વાઈરલ થયા બાદ રાષ્ટ્રીય મહિલા પંચેઆજે બપોરે 12:30 વાગ્યે બોલાવ્યા હતા. ઈટાલિયા જ્યારે હાજરી આપવા પહોચ્યા થ ત્યારે દિલ્હીમાં તેઓની અટકાયત કરવામાં આવી.જો કે આ દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ એનસીડબલ્યુ ઓફિસની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગુડજરાત વિધાનસભાની ચૂંટણી આવે તે પહેલા જ આપ પાર્ટીની મુશ્કેલીઓ વધી રહી છે.ગુજરાતમાં ચૂંટણી પહેલા ગોપાલ ઈટાલિયાના નિવેદનો અને ચર્ચાઓથી રાજકીય ગરમાટો શરૂ થઈ ગયો છે. હાલમાં જ તેમનો એક જૂનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ વાંધાજનક શબ્દોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતા જોવા મળી રહ્યા છે. અન્ય એક વીડિયોમાં ગોપાલ ઈટાલિયા મહિલાઓને કહેતા જોવા મળે છે કે મંદિરોમાં અને કથાના કાર્યક્રમો દરમિયાન મહિલાઓનું શોષણ થાય છે.ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ તેઓ એનેક વિવાદમાં સપડાયા હતા.